રક્ષા મંત્રીની મહત્વની જાહેરાત, સંરક્ષણના 101 ઉપકરણો અંગે મોટો નિર્ણય

Published: Aug 09, 2020, 14:31 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

'આત્મનિર્ભર ભારત'ને આગળ વધારવા માટે રક્ષા મંત્રીએ કેટલીક જાહેરાતો કરી છે. આગામી 6-7 વર્ષોમાં ઘરગથ્થૂ ઇન્ડસ્ટ્રીઝને લગભઘ 4 લાખ કરોડ રૂપિયાના ઑર્ડર આપવામાં આવશે.

રાજનાથ સિંહ (ફાઇલ ફોટો)
રાજનાથ સિંહ (ફાઇલ ફોટો)

રક્ષા મંત્રાલયે 'આત્મનિર્ભર ભારત' અભિયાનને બૂસ્ટ કરવાની તૈયારી કરી લીધી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે સવારે કહ્યું કે મંત્રાલયે 101 વસ્તુઓની લિસ્ટ બનાવી છે. જેની આયાત પર પ્રતિબંધ મૂકાશે. રાજનાથ સિંહ પ્રમાણે, આ રક્ષા ક્ષેત્રમાં ભારતનું આત્મનિર્ભરતાની દિશામાં એક મોટું પગલું છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન બાદ લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ભારતની ડિફેન્સ ઇન્ડસ્ટ્રીને મોટા પાયે ઉત્પાદનની તક મળશે.

આગામી 6-7 વર્ષમાં વધશે ડૉમેસ્ટિક ઘરગથ્થૂ ઉત્પાદનને પ્રોત્યાહન આપવા માટે મંત્રાલયે જે લિસ્ટ બનાવી છે તે સેના, પબ્લિક અને પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી સાથે ચર્ચા પછી તૈયાર કરવામાં આવી છે. રાજનાથ સિંહ પ્રમાણે, એવા ઉત્પાદનોની લગભગ 260 યોજનાઓ માટે ત્રણે સેનાઓએ એપ્રિલ 2015થી ઑગસ્ટ 2020 દરમિયાન લગભગ સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાના કોન્ટ્રેન્ક્ટ્સ આપવામાં આવ્યા હતા. તેમનું અનુમાન છે કે આગામી 6થી સાત વર્ષમાં ઘરગથ્થૂ ઇન્ડસ્ટ્રીને લગભગ 4 લાખ કરોડ રૂપિચાના ઑર્ડર્સ આપવામાં આવશે.

કેટલાક ઉત્પાદનોની આયાત પર મૂકાશે પ્રતિબંધ

રક્ષા મંત્રીએ જણાવ્યું કે બધાં સ્ટેકહૉલ્ડર્સ સાથે વાતચીત પછી ઉત્પાદનો (ઉપકરણો)ની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે. હાલ જે નિર્ણય લેવામાં આવ્યા છે, તે 2020થી 2024 દરમિયાન લાગૂ પાડવામાં આવશે. 101 ઉત્પાદનોની યાદીમાં આર્મર્ડ ફાઇટિંગ વ્હીકલ્સ (AFVs)પણ સામેલ છે. મંત્રાલયે 2020-21 માટે ખરીદીના બજેટને ઘરગથ્થૂ અને વિદેશી રૂટમાં વહેંચી દીધા છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં લગભઘ 52,000 કરોડ રૂપિયાનું અલગ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.

ચીન સાથે કોર કમાન્ડર લેવલની વાતચીત નિષ્ફળ
પૂર્વ લદ્દાખમાં લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર તણાવ જળવાયેલું છે. કેટલાક ફ્રિક્શન પૉઇન્ટ્સ પરથી તીની સેનાએ પીછે હઠ કરી છે પણ દેપસાંગ અને પૅંગૉંગ ત્સોમાં ટસથી મસ થવા તૈયાર નથી. બન્ને દેશો વચ્ચે કોર કમાન્ડર સ્તરે અનેક વાતચીત નિર્ણય રહિત રહ્યા બાદ, શનિવારે મેજર-જનરલ સ્તરની વાતચીત શરૂ થઈ છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે દેપસાંગથી ચીને પોતાના સૈનિક પાછાં બોલાવવા પડશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK