આજે બપોરે રાખડી બંધાવવા પહોંચી જાઓ જોઈ ન શકતી બાળાઓ પાસે

Published: 1st August, 2012 04:55 IST

શ્રીમતી કમલા મહેતા દાદર સ્કૂલ ફૉર ધ બ્લાઇન્ડની જોઈ ન શકતી નાની બાળાઓ અને કુમારીઓના જીવનમાં પ્રકાશની આછેરી ઝાંય ફેલાવવા બિઝનેસમેન ભરત ગડા અને નવીન ગાલા કટિબદ્ધ થયા છે.

સાવ પાતળી પરિસ્થિતિમાં રહેતા પરિવારથી દૂર રહેતી આ બાળાઓ માટે રક્ષાબંધન નિમિત્તે રાખડી બંધાવવાનો કાર્યક્રમ યોજાયો છે. ભરત ગડાએ કહ્યું હતું કે સમાજના આ કરુણ પાસા વિશે લોકોમાં જાગૃતિ ફેલાય અને લોકો જોઈ ન શકતી બાળાઓની થોડી નજીક આવે એ હેતુસર અમે ઓપન રક્ષાબંધનનો કાર્યક્રમ રાખ્યો છે જેમાં કોઈ પણ વયના પુરુષો આજે બપોરે ત્રણ વાગ્યે અહીં આવી શકશે.

 

શું એ પુરુષો પાસે કશી ગિફ્ટ કે ફાળાની અપેક્ષા? એના જવાબમાં નવીન ગાલાએ કહ્યું હતું કે નહીં, ફક્ત થોડો સમય અને બહુબધી કરુણાનો ખપ છે તેમને.

૧૧૨ વર્ષ જૂની આ સ્કૂલમાં અત્યારે પાંચથી ૧૫ વર્ષ સુધીની જોઈ ન શકતી બાલિકાઓ છે. તેઓ અહીં જ રહે છે અને ભણે છે. ભણતર ઉપરાંત મ્યુઝિક, ડાન્સ, સ્ર્પોટ્સ અને ઇતર પ્રવૃત્તિઓમાં પણ તેમને પારંગત બનાવવામાં આવે છે. નાના ગામડામાંથી આવતી અને અત્યંત ગરીબ પરિવારની આ બાળાઓએ આવનારા ભાઈઓ માટે જાતે રાખડી બનાવી છે. વધુ માહિતી માટે ભરત ગડા ૯૮૯૨૫ ૭૪૭૯૯, નવીન ગાલા ૯૮૧૯૦ ૧૩૯૮૮નો સંપર્ક કરી શકાય. ઠેકાણું : શ્રીમતી કમલા મહેતા દાદર સ્કૂલ ફૉર ધ બ્લાઇન્ડ, દાદા સાહેબ ફાળકે રોડ,

હિન્દમાતા, દાદર (સે. રે.).

- અલ્પા નિર્મલ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK