દિગ્વિજય સિંહની કમેન્ટથી અકળાઈને રાખી સાવંતે પોલીસમાં નોંધાવી ફરિયાદ

Published: 13th November, 2012 05:36 IST

કૉન્ગ્રેસના લીડર દિગ્વિજય સિંહે અરવિંદ કેજરીવાલની સરખામણી ઍક્ટ્રેસ રાખી સાવંત સાથે કરતાં ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘અરવિંદ કેજરીવાલ અને રાખી સાવંત બન્ને સરખાં છે. તેમની વાતમાં કંઈ માલ ન હોય, પણ તેઓ એ એક્સપોઝ કરવાનો પ્રયાસ કરતાં રહે છે.’



દિગ્વિજય સિંહની આ કમેન્ટ સામે રાખી સાવંતે મુંબઈના પોલીસ-કમિશનર સત્યપાલ સિંહ, રાજ્યના ગૃહખાતાના સેક્રેટરી અને ગોરેગામ પોલીસને લેટર લખી ફરિયાદ કરીને દિગ્વિજય સિંહ સામે ગુનો નોંધવા કહ્યું છે. તેનું કહેવું છે કે દિગ્વિજય સિંહે આમ કહીને તેનું અપમાન કર્યું છે અને એને કારણે તેના ચારિત્ર્યને નુકસાન થયું છે. રાખી સાવંતે આ કેસની તપાસ સીબીઆઇ કરે એવી પણ માગણી કરી છે. રાખી સાવંતે કહ્યું હતું કે ‘હું દિગ્વિજય સિંહને પર્સનલી ઓળખતી નથી, પણ આમ કહીને તેમણે મારી આબરૂ અને ઇમેજને નુકસાન પહોંચાડ્યું છે. મેં આ માટે મારા વકીલને દિગ્વિજય સિંહ સામે ૫૦ કરોડ રૂપિયાનો દાવો માંડવા કહ્યું છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK