પોલીસની સુંદર કામગીરી : આરોપીને ગરબાના ગ્રાઉન્ડમાંથી ઝડપી પાડ્યો

Updated: Oct 04, 2019, 08:24 IST | Vadodara

રાજપીપળાનો એક આરોપી છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો. પણ રાજપીપળા, LCB નર્મદા અને વડોદરા પોલીસની સંયુક્ત કામગીરીને પગલે નવરાત્રીના પર્વ પર ગરબે રમવા ગયેલ આરોપીને ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબીના ગ્રાઉન્ડમાંથી ઝડપી પાડ્યો હતો.

Vadodara : રાજપીપળાનો એક આરોપી છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો. પણ રાજપીપળા, LCB નર્મદા અને વડોદરા પોલીસની સંયુક્ત કામગીરીને પગલે નવરાત્રીના પર્વ પર ગરબે રમવા ગયેલ આરોપીને ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબીના ગ્રાઉન્ડમાંથી ઝડપી પાડ્યો હતો. વર્ષ 2017માં રાજપીપળા પોલીસ મથકે દાખલ થયેલ ફરીયાદમાં આરોપી અત્યાર સુધી નાસતો ફરતો હતો.


આરોપી 2017 થી નાસતો ફરતો હતો
મળતી માહીતી મુજબ આરોપી પોતાની પત્નીના ફોટા શોશિયલ મીડિયામાં અવારનવાર ખરાબ કોમેન્ટ કરતો હતો. જેને પગલે તેની પત્નીએ ફરીયાદ દાખલ કરી હતી. રાજપીપળાના દિલરાજસિંહ રાઠોડ સામે 2017માં રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ત્યાર બાદ આરોપી પોલીસ પકડથી નાસતો ફરતો હતો. આ આરોપીને એલ.સી.બી નર્મદા તથા વડોદરા શહેર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ પણ જુઓ : Ahmedabad : પ્લાસ્ટિક વપરાશ બંધ કરવા યોજાયેલી રેલીમાં બાળકો અને મહિલાઓ જોડાયા

LCB નર્મદાઅને રાવપુરા પોલીસની મદદથી આરોપી ઝડપાયો
દિલરાજસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ (રહે.કોલેજ રોડ, રાજપીપળા) ને વડોદરાના નવલખી ગરબા ગ્રાઉન્ડ ખાતે ગરબા રમતો હોવાની બાતમી મળી હતી. જેથી નર્મદા પોલીસને વડોદરા પહોંચવામાં સમય લાગે તેમ હોવાથી રાવપુરા પોલીસને જાણ કરી હતી. અને નર્મદા એલસીબી ટીમ વડોદરા પહોંચે ત્યાં સુધી દિલરાજસિંહ ઉપર રાવપુરા પોલીસને મોકલીને તેની પર વોચ રાખવા જણાવ્યું હતું. જેથી રાવપુરા પોલીસે નવલખી ગ્રાઉન્ડમાં વોચ રાખી હતી. આ દરમિયાન નર્મદા એલસીબી ટીમ ત્યાં પહોંચીને તેને ઝડપી પાડ્યો હતો. અને રાજપીપળા પોલીસ સ્ટેશનના ગુનામાં આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK