શરાબ સપ્લાયનો અજોડ નુસખો

Published: 31st October, 2011 20:01 IST

દારૂની સપ્લાય કરતા લોકો સાથે કડક હાથે વર્તી રહી છે. એવા સમયે દારૂ સપ્લાય કરવા માટે રાજકોટના કાન્તિ પરમાર નામના એક બૂટલેગરે બેજોડ નુસખો વાપર્યો હતો. કાન્તિ પોતાના સાગરીતો સાથે ઍમ્બ્યુલન્સમાં દારૂની સપ્લાય કરવા જતો હતો.



રશ્મિન શાહ

રાજકોટ, તા. ૩૧

વૅનની આગળ-પાછળ અંગ્રેજીમાં લખેલું હોય ઍમ્બ્યુલન્સ, વૅનની ઉપર બ્લુ લાઇટ હોય અને જોરજોરથી સાઇરન વાગતી હોય. પોલીસ પણ દારૂ ભરેલી આ વૅનને સાચી ઍમ્બ્યુલન્સ માનીને રોકવાને બદલે ઍમ્બ્યુલન્સમાં ઇમર્જન્સીવાળો પેશન્ટ છે એવું ધારીને ઍમ્બ્યુલન્સને રસ્તો ખાલી કરી આપતી હતી. રાજકોટની ક્રાઇમ બ્રાન્ચના પોલીસ-ઇન્સ્પેક્ટર એચ. આર. ભાદુએ કહ્યું હતું કે ‘દિવાળીના આ તહેવારમાં એક જ ઍમ્બ્યુલન્સ છ જગ્યાએ જોવા મળી એટલે શંકા ગઈ અને આ શંકાને આધારે તપાસ કરતાં એમાંથી દારૂની ૧૪ પેટી મળી આવી હતી. ઍમ્બ્યુલન્સનું ચેકિંગ ન થાય એ માટે દારૂ સપ્લાય કરનારાઓ પોતાના એક સાથીને અંદર પેશન્ટ તરીકે પણ સુવડાવી રાખતા હતા અને આ પેશન્ટને અલગ-અલગ વાયરો ફિટ કરીને એવું નાટક ઊભું કરતા હતા કે પેશન્ટ સિરિયસ છે.’

કાન્તિ પટેલે પોલીસ સમક્ષ કબૂલ કર્યું છે કે તે આ રીતે ઍમ્બ્યુલન્સ થ્રુ છેલ્લા ત્રણ મહિનાથી દારૂની સપ્લાય કરી રહ્યો હતો. દારૂની આ સપ્લાયમાં સેંકડો પ્રસંગો એવા બન્યા હતા જેમાં પોલીસે સામેથી ઍમ્બ્યુલન્સને જવા માટે રસ્તા પરનો ટ્રાફિક હટાવી આપ્યો હોય.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK