હેલ્મેટ નહીં પહેરનારાઓને લેડી કૉન્સ્ટેબલે રાખડી બાંધી

Published: Aug 16, 2019, 12:09 IST | રાજકોટ

હેલ્મેટ નહીં પહેરનારાઓને લેડી કૉન્સ્ટેબલે રાખડી બાંધીને સાથોસાથ આવી ભૂલ કરવા બદલ મોઢું મીઠું કરાવ્યું અને બીજી વાર આવી ભૂલ ન‌હીં કરવાની શિખામણ આપી

હેલ્મેટ નહીં પહેરનારાઓને લેડી કૉન્સ્ટેબલે રાખડી બાંધી
હેલ્મેટ નહીં પહેરનારાઓને લેડી કૉન્સ્ટેબલે રાખડી બાંધી

રાજકોટ ટ્રાફિક-પોલીસે ગઈ કાલે અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. ટ્રાફિકના નિયમ તોડીને હેલ્મેટ વિના બાઇક કે સ્કૂટર ચલાવતા લોકોને ઊભા રાખીને પ્રેમપૂર્વક રાખડી બાંધવાનું કામ ટ્રાફિક-ડિપાર્ટમેન્ટની લેડી કૉન્સ્ટેબલે કર્યું અને ભૂલ કરવા બદલ દંડ વસૂલવાને બદલે તેમનું મોઢું મીઠું કરાવીને આવી ભૂલ બીજી વાર નહીં કરવાની શિખામણ પણ આપી હતી. ગઈ કાલે રાજકોટમાં હેલ્મેટ માટે કોઈ પાસેથી દંડ લેવામાં નહોતો આવ્યો, ઊલટું ટ્રાફિકનો નિયમ તોડનારાઓને પેંડા ખવડાવીને તેમને રાખડી બાંધવામાં આવી હતી.

આ પણ જુઓઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....

દિવસ દરમ્યાન રાજકોટ શહેરમાં ૧૭૫થી વધુ લોકોને રાખડી બાંધવામાં આવી હતી. જો તેમની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હોત તો ૨૦,૦૦૦થી વધુ રૂપિયાનો દંડ એકત્રિત થયો હોત, પણ એવું કરવાને બદલે ‘ઘરે મા-બહેન-દીકરી રાહ જુએ છે’ એવી સલાહ આપીને રવાના કરવામાં આવ્યા હતા. હેલ્મેટ ઉપરાંત સીટ-બેલ્ટ પહેર્યા વિના કાર ચલાવનારાઓને પણ રાખડી બાંધવામાં આવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK