જોઈતો નંબર મળ્યો નહીં એટલે પોતાની જ બાઇક સળગાવી દીધી

Published: 29th September, 2012 06:18 IST

રાજકોટના યુવકની ઇચ્છા ગર્લફ્રેન્ડ સાથેની પહેલી મુલાકાતને યાદગાર બનાવવાની હતીઆમ જોઈએ તો ૩૬૧૦ નંબરમાં કંઈ સ્પેશ્યલિટી નથી અને એમ છતાં આ નંબર ન મળતાં રાજકોટના કોઠારિયા રોડ પર રહેતા ચોવીસ વર્ષના વિશાલ મહેતાને પોતાના બાઇકમાં આ નંબર ન મળતાં તેણે અપસેટ થઈને પોતાની ૫૪,૬૫૦ રૂપિયાની કિંમતની હીરો સ્પ્લેન્ડર પ્લસ નામની બાઇક પોતાને હાથે જ પેટ્રોલ છાંટીને સળગાવી દીધી.

રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસે છેલ્લા એક દસકાથી નિયમ કર્યો છે કે જે કોઈને પોતાનો ફેવરિટ નંબર જોઈતો હોય તેણે એ નંબર મેળવવા માટે ઍડ્વાન્સમાં આરટીઓમાં પૈસા ભરવા. નવી સિરીઝ શરૂ થાય એટલે જે કોઈએ નંબર માટે વધુ પૈસા ભર્યા હોય તેને એ નંબર અલૉટ કરવામાં આવે. વિશાલે પણ પોતાની બાઇકના ૩૬૧૦ નંબર માટે ગયા મહિને ૧૦૦૦ રૂપિયા ભરી દીધા હતા, પણ સોમવારે જ્યારે ટેન્ડર ખૂલ્યું ત્યારે આ નંબર માટે જેણે ૧૧૦૦ રૂપિયા ભર્યા હતા તેને નંબર ફાળવી દેવામાં આવ્યો. ખાલી સો રૂપિયા માટે વિશાલને નંબર ન મળતાં તેનું મન તૂટી ગયું અને આરટીઓ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં પોતાના હાથે પોતાની બાઇકના અંતિમ સંસ્કાર કરી નાખ્યા. ૩૬૧૦ નંબર માટે ૫૪,૬૫૦ રૂપિયાની બાઇક શું કામ સળગાવી દીધી એ કારણ જાણવા જેવું છે. વિશાલે કહ્યું હતું કે ‘૩-૬-૨૦૧૦ના દિવસે હું મારી ગર્લફ્રેન્ડને પહેલી વાર મળ્યો હતો. એ દિવસ મારી લાઇફનો સૌથી યાદગાર દિવસ હોવાથી મારે મારી બાઇકનો નંબર ૩૬૧૦ લેવો હતો.’

ગર્લફ્રેન્ડને મળ્યાંના દિવસને પોતાની કાયમી યાદી તરીકે રાખી ન શકવાનું દુ:ખ લાગતાં વિશાલે અડધા લાખ રૂપિયાની ખોટ ખાવાનું નક્કી કર્યું અને પછી એ વિચાર અમલમાં પણ મૂકી દીધો.

આરટીઓ = રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK