Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ક્રિષ્ના વોટર પાર્કમાં નિવૃત ASI ની બર્થડે પાર્ટીમાં પોલીસના દરોડા

ક્રિષ્ના વોટર પાર્કમાં નિવૃત ASI ની બર્થડે પાર્ટીમાં પોલીસના દરોડા

19 September, 2019 07:45 PM IST | Rajkot

ક્રિષ્ના વોટર પાર્કમાં નિવૃત ASI ની બર્થડે પાર્ટીમાં પોલીસના દરોડા

કૃષ્ના વોટર પાર્ક

કૃષ્ના વોટર પાર્ક


Rajkot : રાજકોટના કુવાડવા રોડ પર આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં ગુરુવારે રાત્રે નિવૃત્ત એએસઆઈ રાજભા વાઘેલાએ પોતાના જન્મદિવસની પાર્ટી આપી હતી. જેમાં પોલીસે દરોડો પાડ્યો હતો. ગુરુવારની રાત્રે આ દરોડામાં ચાર એએસઆઈ, એક કોન્સ્ટેબલ અને એક રિટાયર્ડ ડીવાયએસપી સહિત કુલ 8 પોલીસ પીધેલા પકડાયા હતા. પાર્ટીમાં કુલ 30 લોકો હતા. જેમાંથી નશાની હાલતમાં 10 લોકો હોવાનું જાણવા મળ્યું છે. આ 10માંથી 5 પાસે પરમીટ હોવાનું કહેવાય છે. મધરાતે ક્રિષ્ના વોટર પાર્કના ગેઈટ પાસે પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો હતો. આ પાર્ટીમાં 45થી પણ વધુ લોકો હોવાનું અને કેટલાકને વાડી માર્ગેથી ભગાડી દેવાયાનું ચર્ચાઈ રહ્યું છે. ક્રિષ્ના વોટર પાર્ક ભાજપના અગ્રણી હરીભાઇ પટેલનો છે.


વોટરપાર્કના તમામ ગેટ બંધ કરી મીડિયાને અંદર જતા અટકાવી દેવામાં આવ્યા
ક્રિષ્ના વોટરપાર્કમાં નિવૃત્ત એએસઆઇના જન્મદિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની હકીકત પર શહેર પોલીસ ખાબકી તો હતી પરંતુ ત્યાં પહોંચ્યા બાદ પોલીસ પણ જાણે મૂંઝાઇ ગઇ હતી. પાર્ટીમાં 45થી વધુ લોકો હાજર હતા અને તેમાંથી 15 લોકોને પોલીસે ભગાડી મૂક્યા હતા. પોલીસે આ મામલામાં હકીકત જાહેર કરવામાં પણ ઇરાદાપૂર્વક મોડું કર્યાનું બહાર આવ્યું હતું. ક્રિષ્ના વોટરપાર્કમાં એસીપી ટંડેલની આગેવાનીમાં પોલીસ કાફલો ખાબક્યો હતો. પોલીસે વોટરપાર્કની અંદર જતાની સાથે જ વોટરપાર્કના તમામ ગેટ બંધ કરી મીડિયાને અંદર જતા અટકાવી દેવામાં આવ્યા હતા. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પાર્ટીમાં 45થી વધુ લોકો હાજર હતા અને મહત્તમ લોકો નશાખોર હાલતમાં હતા, પોલીસે અંદર પ્રવેશ કર્યા બાદ કાર્યવાહી ચાલુ હોવાનું રટણ શરૂ કર્યું હતું. જોકે થોડીવાર બાદ વોટરપાર્કની પાછળની દીવાલ તરફ હરકત તેજ થવા લાગી હતી આ દિશામાં લોકોએ તપાસ કરતાં જ 15થી વધુ લોકો વોટરપાર્કની દીવાલ કૂદીને ખેતરમાં ભાગતા જોવા મળ્યા હતા, જેમાંથી બે લોકોને ટોળાંએ પકડ્યા તો પોતાની કાર લેવા આવ્યા હોવાની વાતો કરી એ પણ નાસી છુટ્યા હતા. નાસી છૂટેલાઓની ઓળખ મેળવી પકડવામાં આવશે તેવો બચાવ એસીપીએ કર્યો હતો.


10 લોકો પીધેલા હતા

1, જયેન્દ્રસિંહ ભૂપતસિંહ ગોહિલ (ઉ.વ.60)
2, સુખદેવસિંહ નટવરસિંહ ચૌહાણ (ઉ.વ.51)
3, ભરત હરિશંકર ભરાડ (ઉ.વ.63)
4, હર્ષદ હરિ ઝાલા (ઉ.વ.68)
5, કૃષ્ણરાજસિંહ દાદુ જાડેજા (ઉ.વ.61)
6, તખુભા રામસીંગ તલાટિયા (ઉ.વ.63)
7, જયંતિ લક્ષમણ તલાટિયા (ઉ.વ.63)
8, રમેશ ઘોઘા સિંધવ (ઉ.વ.40)
9, ચંદ્રકાંત અમરચંદ મહેતા (ઉ.વ.65)
10, રમણીક લક્ષ્મણ જીંજવાડિયા (ઉ.વ.52)


આ પણ જુઓ : કલમ 370 હટવા પર નેટીઝન્સ થયા છે ક્રેઝી, મીમ્સ જોઈને ખડખડાટ હસી પડશો

નિવૃત્ત ASIનું રટણ : દારૂ નોતો પણ જમણવાર હતો
જેના જન્મદિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હતી અને પોલીસે ત્યાંથી 10 લોકોને નશાખોર હાલતમાં પકડ્યા હતા તે નિવૃત્ત એએસઆઇ રાજભા વાઘેલાએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, જન્મદિવસની પાર્ટીમાં જમણવાર જ હતો, દારૂની વાત ઉપજાવી કાઢી પોલીસને ગેરમાર્ગે દોરવામાં આવ્યાનું તેમણે રટણ રટ્યું હતું. 10 શખ્સ નશાખોર હાલતમાં ઝડપાયા છતાં નિવૃત્ત એએસઆઇ કંઇક જુદો જ રાગ આલોપતા હતા.


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2019 07:45 PM IST | Rajkot

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK