આને કહેવાય ભેજાબાજ! કારના રંગરૂપ બદલી એમ્બ્યુલન્સ તરીકે કરતા હતા ઉપયોગ

Published: Apr 06, 2019, 11:47 IST | રાજકોટ

રાજકોટ પોલીસે ભેજાબાજ આરોપીઓની ધરપકડ કરી છે. જેઓ સસ્તા ભાવે કાર ખરીદી તેનો એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરતા હતા.

રાજકોટઃ ખાનગી કારનો એમ્બ્યુલન્સ તરીકે કરાતો હતો ઉપયોગ
રાજકોટઃ ખાનગી કારનો એમ્બ્યુલન્સ તરીકે કરાતો હતો ઉપયોગ

મોબાઈલ પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી રાજકોટ પોલીસે 10 લાખ 50 હજારના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોની ધરપકડ કરી છે. આ ઈસમો ઈકો, ટવેરા અને વાન જેવી ગાડી સસ્તા ભાવે ખરીદતા હતા. તેને ચેસિસ નંબર અને રજિસ્ટ્રેશન નંબર બદલીને તેનો એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરતા હતા. રાજકોટ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાહનોનું ચેકિંગ કરતા આખી ઘટના સામે આવી હતી. પોલીસ તપાસમાં પોકેટ કોપ એપ્લિકેશનમાં જે ગાડી એમ્બ્યુલન્સ હતી અને ઈકો મોડેલની દેખાતી હતી તે ખરેખર વર્ષા મોડેલની હોવાનો ખુલાસો થયો છે અને આ આખા કૌભાંડ પરથી પડદો ઉંચકાયો હતો.

પોલીસ તપાસ દરમિયાન તેમણે વધુ પણ કેટલીક ગાડીઓને આ રીતે એમ્બ્યુલન્સમાં બદલી હોવાનો પણ ખુલાસો થયો. સાથે જ 3 ઈસમો પણ ઝડપાયા. પોલીસે કુલ પાંચ ગાડીઓ કબજે કરી છે. જેની કુલ કિંમત 10 લાખ કરતા વધુ થાય છે. પકડાયેલા તમામ આરોપીઓ જૂનાગઢના છે.

RAJKOT CAR AAROPIઆ ભેજાબેજો કરતા હતા કારના રંગરૂપમાં ફેરફાર

આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે જૂની અને લોન ચડત થઈ ગઈ હોય એવી ગાડીઓ સાથે બહારના રાજ્યના પાસિંગની ગાડીડો સસ્તાભાવે ખરીદી તેના ઉપર પોતાની એમ્બ્યુલન્સ પાસિંગની ગાડીઓની નંબર પ્લેટો અને ચેસિસ નંબર લગાવી તેનો એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરતા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK