Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Valentines Day:મફત પિત્ઝા જોઇએ તો ગર્લફ્રેન્ડ અને પત્ની બેયને ભેગા

Valentines Day:મફત પિત્ઝા જોઇએ તો ગર્લફ્રેન્ડ અને પત્ની બેયને ભેગા

12 February, 2020 05:08 PM IST | Rajkot
Mumbai Desk

Valentines Day:મફત પિત્ઝા જોઇએ તો ગર્લફ્રેન્ડ અને પત્ની બેયને ભેગા

 Valentines Day:મફત પિત્ઝા જોઇએ તો ગર્લફ્રેન્ડ અને પત્ની બેયને ભેગા


રાજકોટની ખાણી-પીણી આજકાલ ભારે ચર્ચામાં છે. ક્યાં કૉપી રાઇટની બબાલ છે તો ક્યાંક ઇન્ટરેસ્ટીંગ ઑફરને કારણે આ શહેર ચર્ચાનાં ચકડોળે ચઢ્યું છે.  વેલેન્ટાઇન્સ ડે હવે સાવ નજીક છે ત્યારે રાજકોટનાં એક રેસ્ટોરન્ટે બહુ જોરદાર ઑફર લોન્ચ કરી છે. વેલેન્ટાઇન્સ વિક દરમિયાન લોન્ચ કરાયેલી આ પિત્ઝા ઑફરમાં એમ લખાયું છે કે, "બ્રિંગ યોર વાઇફ ગેટ 40 પર્સન્ટ ડિસ્કાઉન્ટ, બ્રિંગ યોર ગર્લફ્રેન્ડ ગેટ 50 પર્સન્ટ ડિસ્કાઉન્ટ, બ્રિંગ બોથ એટ ધી સેઇમ ટાઇમ ગેટ 100 પર્સન્ટ ડિસ્કાઉન્ટ." આવી ઑફર સોશ્યલ મીડિયા પર તો વાઇરલ કરાઇ જ છે પણ આ સાથે આના પોસ્ટર્સ પણ લગાડવામાં આવ્યા છે.  

તમે જ જરા વિચાર તો કરી જુઓ કે કયો માઇનો લાલ મફતનો પિત્ઝા ખાવા માટે બે તલવારોને એક સાથે હાથમાં ખુલ્લી લઇને નિકળવાની હિંમ્મત કરશે ભલા? સોશ્યલ મીડિયાનો જમાનો હોય ત્યારે અતરંગી અને વિચિત્ર ઑફર્સની રજૂઆત કરીને ફેમસ થવું હોય તો આવા માર્કેટિંગ આઇડિયાઝ જ કામ લાગવાના છે એ તો સ્વાભાવિક છે. પણ પત્ની અને ગર્લફ્રેન્ડને એક સાથે લઇ જવાનું જોખમ જરા વધારે પડતું છે એ તો કહેવું જ પડે. હા કોઇ સ્માર્ટ હોય તો એ બે મિત્રોને લઇ જઇને એમ કહી શકે કે એક પત્ની છે અને એક ગર્લફ્રેન્ડ છે પણ માળું મૅરેજ સર્ટિફિકેટ માંગી લે તો પછી ગરબડ ગોટાળાનો પાર ન રહે. શું કહેવું છે તમારું કે મફત પિત્ઝા ખાવા માટે આવા રિસ્ક લેવા કેટલા યોગ્ય છે?


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2020 05:08 PM IST | Rajkot | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK