Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજકોટ : મનપાએ શહેરની છ આઇસ ફેક્ટરીઓ પર દરોડ પાડી નોટીસ ફટકારી

રાજકોટ : મનપાએ શહેરની છ આઇસ ફેક્ટરીઓ પર દરોડ પાડી નોટીસ ફટકારી

10 April, 2019 10:48 PM IST | રાજકોટ

રાજકોટ : મનપાએ શહેરની છ આઇસ ફેક્ટરીઓ પર દરોડ પાડી નોટીસ ફટકારી

RMC (File Photo)

RMC (File Photo)


રાજકોટ મ્યુનિશિપલ કોર્પોરેશની આરોગ્યો અને ફુટ શાખાએ સપાટો બોલાવતા બુધવારે આઇસ ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા બાદ કુલ છ ફેક્ટરીઓને નોટીસ ફટકારવામાં આવી હતી. આરોગ્ય અને ફુટ શાખાએ દરોડ બાદ આપેલા આદેશ પ્રમાણે પાણીનો રીપોર્ટ ફરજીયાત રજૂ કરવાનું કહ્યું હતું.

મળી રહેલ માહિતી પ્રમાણે રાજકોટમાં કુલ છ આઇસ ફેક્ટરીમાં દરોડા પાડીને તેમના નોટીસ ફટકારી હતી. જેમાં વાવડીમાં આવેલ નવદુર્ગા આઇસ ફેક્ટરી, લાભ આઇસ ફેક્ટરી, કુવાડવા પાસે આવેલ નુતન સૌરાષ્ટ્ર આઇસ ફેક્ટરી, મોચી બજાર પાસે આવેલ ભાગ્યોદય આઇસ ફેક્ટરી, જિલ્લા પંચાયત ચોકમાં આવેલી સ્ટોર કોલ્ડ-નાથ આઈસ ફેક્ટરી અનેલક્ષ્મીનગર મેઈન રોડ પર નવરંગપરામાં ક્રિષ્ના આઈસ ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. આ તમામ ફેક્ટરીઓને ક્લોરિનેશનની માત્રા જાળવવા તથા હાઈજેનિક કંડીશન મેઈન્ટેન કરવા તેમજ રો-વોટર અને પ્રોડક્ટના કેમિકલ તેમજ બેક્ટોરીયોલોજિકલ ટેસ્ટ રિપોર્ટ કરાવવા સંદર્ભે નોટિસો ફટકારી હતી.

આ પણ વાંચો : આયેશા ટાકિયાઃબોલીવુડના આ ગ્લેમરસ અભિનેત્રી પણ છે ગુજરાતી

મીનરલ વોટરની ફેક્ટરીઓમાં પણ પાડ્યા દરોડા
તો બીજી તરફ મીનરલ વોટરના ધંધાર્થીઓને
BIS તથા FSSAI નું લાયસન્સ હોવું ફરજિયાત હોવા અંગે તેમજ પોતાની પ્રોડક્ટની બોટલ ઉપર તે અંગેના રજિસ્ટ્રેશન નંબર લખવો ફરજિયાત હોવા અંગે તાકિદ કરાઈ હતી. રાજકોટ શહેર વિસ્તારના મિનરલ વોટરના ઉત્પાદકોને તેમના BIS અને ફૂડ લાયસન્સ અંગેની નકલ તા.20 એપ્રિલ સુધીમાં ફૂડ શાખામાં ફરજિયાત જમા કરાવવા સુચના આપવામાં આવી છે. જ્યારે ઠંડા પીણા (બોટલિંગ) પ્લાન્ટના ધંધાર્થીઓને પણ જરી સુચનાઓ જાહેર કરવામાં આવી હતી જેમાં (1) ફુડ લાયસન્સ તથા માન્યતા પ્રાપ્ત ઉત્પાદકોએ જ ઠંડાપીણાનું ઉત્પાદન કરવું (2) ઠંડા પીણાના ઉત્પાદનમાં વપરાતા પાણીના સ્ત્રોતનું બેક્ટેરિયોલોજિકલ તથા કેમિકલ પરીક્ષણ કરવું (3) રિપોર્ટની નોંધણી ફૂડ વિભાગમાં કરાવવાની રહેશે. (4) ઉત્પાદન સ્થળોએ બોટલની ધોવાની સુવ્યવસ્થિત આરોગ્યપ્રદ વ્યવસ્થા કરવી (5) ઠંડા પીણાના ઉત્પાદકોએ છાશ કે કાપેલા ફળનો બોટલમાં પેકિંગમાં ઉપયોગ કરવો નહીં (6) ઠંડા પીણાના ઉત્પાદમાં કૃત્રિમ કલર તથા કૃત્રિમ ગળપણનો ઉપયોગ પ્રતિબંધિત છે.


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2019 10:48 PM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK