રાજકોટ: મેન્યૂવાલા પાનવાલા

Updated: May 18, 2019, 13:06 IST | રાજકોટ

રાજકોટ હોટેલ કે રેસ્ટોરાંમાં મેન્યૂ હોય પણ એ સિવાય બીજે ક્યાંય મેન્યૂ હોતું નથી, પણ રાજકોટના ‘મિસ્ટર પાનવાલા’ નામની પાનની દુકાનની વાત જુદી છે. અહીં પાનનું આઠ પાનાંનું કલરફુલ મેન્યૂ છે

પાન માટે 8 પાનાનું મેનું કાર્ડ
પાન માટે 8 પાનાનું મેનું કાર્ડ

રાજકોટ હોટેલ કે રેસ્ટોરાંમાં મેન્યૂ હોય પણ એ સિવાય બીજે ક્યાંય મેન્યૂ હોતું નથી, પણ રાજકોટના ‘મિસ્ટર પાનવાલા’ નામની પાનની દુકાનની વાત જુદી છે. અહીં પાનનું આઠ પાનાંનું કલરફુલ મેન્યૂ છે અને લોકો આવીને આ મેન્યૂ જોઈને એમાંથી પાનનો ઑર્ડર આપે છે.

રાજકોટના સર્વેશ્વર ચોકમાં શરૂ કરવામાં આવેલી મિસ્ટર પાનવાલા નામની આ શૉપના માલિક નરેન્દ્ર માલવિયાએ કહ્યું કે ‘સામાન્ય રીતે બીજી દુકાનોમાં ચાર-છ કે આઠ જાતનાં પાન મળતાં હોય, પણ અમારે ત્યાં ૪૦થી વધારે પાન મળે છે અને ક્રૉસ કૉમ્બિનેશન કરો તો ૧૦૦થી વધારે પાન મળે છે. આ બધાં પાનનું લિસ્ટ દીવાલ પર લગાડો તો વાંચી ન શકાય એટલે અમે મેન્યૂનો વિચાર કર્યો, જે બધાને ખૂબ ગમ્યો. હવે અમારે ત્યાં પાન ખાવા આવે છે એ પહેલાં મેન્યૂ જ માગે છે અને પછી એમાંથી ઑર્ડર કરે છે.’

 

‘મિસ્ટર પાનવાલા’ની બીજી ખાસિયત એ છે કે ત્યાં ૨૦ રૂપિયાથી માંડીને પપપ૦ રૂપિયા સુધીનાં પાન મળે છે. પપપ૦ રૂપિયાનું પાન હનીમૂન પાન છે, પણ એ સિવાયનાં અમુક પાન ૨પ૦૦ અને ૩૦૦૦ રૂપિયાનાં પણ છે, જે કોઈ પણ ખાઈ શકે છે. ગોલ્ડ વરખવાળાં પાન પણ અહીં મળે છે, જે બીજે ક્યાંય મળતાં નથી. નરેન્દ્ર માલવિયાએ કહ્યું કે ‘રાતના સમયે પાન ખાવા આવનારાઓમાંથી એકબે જણને પાન કે ફાકીનું વ્યસન હોય પણ બાકીના બધા શોખથી પાન ખાનારા હોય છે. આ શોખથી પાન ખાનારાઓને આકર્ષવા માટે અમે મેન્યૂ અને પાનની વરાઇટી ડેવલપ કરી છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK