રાજકોટમાં મેડિકલ સ્ટોરની બહાર લાગેલી લાઈનોમાં લોકોને એકબીજાથી દુર રાખવા અનોખો પ્રયાસ

Published: Mar 25, 2020, 18:16 IST | Gujarati Mid-day Online Correspondent | Gujarat

દુકાનોની બહાર અંતર રાખવા બનાવ્યા સર્કલ, સોશ્યલ ડિસટન્સિંગના પ્રયત્નને બિગ બી એ પણ વખાણ્યો

દુકાનની બહાર લાગેલી લાઈનો અને સર્કલમાં ઊભા રહેલા લોકો
દુકાનની બહાર લાગેલી લાઈનો અને સર્કલમાં ઊભા રહેલા લોકો

કોરોના વાયરસ (COVID-19) નો સામનો કરવા માટે આખા ભારત દેશમાં 21 દિવસ લૉકડાઉન કરવામાં આવ્યું છે. લોકોને ઘરની બહાર નહીં નીકળવાની અને સોશ્યલ ડિસટન્સ મેન્ટેઈન કરવાની અપીલ કરવામાં આવી છે. વડાપ્રધાને કહ્યું છે કે જીવનઆવશ્યક બધી જ વસ્તુઓ મળી રહે તેની રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પુરેપુરી વ્યવસ્થા કરવામાં આવશે છતા લોકો કરિયાણાની દુકાન અને મૅડિકલ સ્ટોરની બહાર લોકો લાંબી લાઈનો લગાડીને પૅનિક બાઈંગ કરી રહ્યાં છે. સામાન ખરીદવા માટે લોકો ભેગા થતા હોવાથી સોશ્યલ ડિસટન્સ મેન્ટેઈન નથું નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજકોટમાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. રાજકોટની કરિયાણાની દુકાન અને મેડિકલ સ્ટોરની બહાર લોકો અંતર જાળવીને ઊભા રહે તે માટે બહાર થોડાક થોડાક અંતરે સર્કલ બનાવવામાં આવ્યા છે. લોકો અહીં સર્કલમાં જ ઊભા રહે તેવી વિનંતી પણ કરવામાં આવે છે.

આજે રાજકોટમાં દુકાનોની બહાર અડધો કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી.

રાજકોટની દુકાનો દ્વારા કરવામાં આવેલા પ્રયત્નને લોકો પણ સહકાર આપી રહ્યાં છે.

આ પ્રયાસની મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ નોંધ લીધી હતી અને ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સુચનોને અનુસરો અને સલામત રહો.

રાજકોટ શહેરમાં કોરોના વાયરસના વધુ બે નવા પોઝેટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ વધુ સજ્જ થયો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK