રાજકોટ :ધુળેટી માટે CPએ બહાર પાડ્યું જાહેરનામું, આટલી વાતનું રાખો ધ્યાન

Mar 15, 2019, 16:49 IST

રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. જે મુજબ જાહેર રસ્તા પર તૈલી પદાર્થ ફેંકવા, એકબીજા પર કાદવ કે કોરા રંગ ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો આવી પ્રવૃતિ કરતા પકડાશે તો તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટ :ધુળેટી માટે CPએ બહાર પાડ્યું જાહેરનામું, આટલી વાતનું રાખો ધ્યાન
ધૂળેટીને લઈને રાજીનામું

ભારતમાં તમામ લોકો તહેવારોને લઇને ઘણા ઉત્સુક રહેતા હોય છે. જોકે ભારતને ત્યોહારોનો દેશ પણ કહેવામાં આવે છે. કારણ કે ભારતમાં તમામ ઘર્મના તહેવારોને ધામ ધુમથી ઉજવવામાં આવે છે. ત્યારે અત્યારે દેશના તમામ લોકો હોળીના પર્વની રાહ જોઇ રહ્યા છે. ત્યારે ખાસ કરીને જ્યારે ગુજરાતમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. તેવામાં રાજકોટ પોલીસ કમિશ્નરે હોલીને લઇને જાહેનામું બહાર પાડ્યું છે.


જાણો, હોળીને લઇને શું છે જાહેરનામું

રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. જે મુજબ જાહેર રસ્તા પર તૈલી પદાર્થ ફેંકવા, એકબીજા પર કાદવ કે કોરા રંગ ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો આવી પ્રવૃતિ કરતા પકડાશે તો તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામા મુજબ 20 માર્ચથી 22 માર્ચ સુધી આવી પ્રવૃતિ ન કરવા નિવેદન કર્યું છે.

શું લખ્યું છે જાહેરનામામાં

- જાહેર રસ્તા પર દોડાદોડી ન કરવી
- રસ્તા પર અવર જવર કરતા લોકો પર રંગ, કાદવ કે તૈલી પદાર્થ ન ફેંકવો
- કોઇ પણ કોમની લાગણી દુભાય તેવું વર્તન ન કરવું
- ટ્રાફિકને અડચણરૂપ તેનુ ધ્યાન રાખવું
- કોઈને જાનહાની થાય તેવી પ્રવૃતિ ન કરવી
- વાહન વ્યવહારના નિયમોનું પાલન કરવું

Tags

rajkot
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK