હેલ્મેટ ન મળ્યું તો માથે તપેલી પહેરીને નીકળ્યો બાઈકસવાર, જુઓ વીડિયો

Published: Sep 16, 2019, 17:35 IST | રાજકોટ

આજથી નવા ટ્રાફિક નિયમ અમલી બન્યા છે. નિયમને કારણે લોકો ક્યાંક હેલમેટ પહેરીને વાહન ચલાવી રહ્યા છે, તો ક્યાંક પોલીસ સામે રકઝકના કિસ્સા પણ સામે આવી રહ્યા છે.

આજથી નવા ટ્રાફિક નિયમ અમલી બન્યા છે. નિયમને કારણે લોકો ક્યાંક હેલમેટ પહેરીને વાહન ચલાવી રહ્યા છે, તો ક્યાંક પોલીસ સામે રકઝકના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. ટ્રાફિક પોલીસ નિયમનું કડકાઈથી પાલન કરાવી રહી છે. જો કે એક એવો વીડિયો વાઈરલ થયો છે, જેમાં વાહન ચાલકે હોલ્મેટનું ઓપ્શન શોધી નાખ્યું છે.

વાઈરલ થયેલા આ વીડિયોમાં બાઈકસવાર માથામાં તપેલી પહેરીને જતો દેખાઈ રહ્યો છે. આ વીડિયો રાજકોટનો છે. વીડિયોમાં દેખાય છે કે બાઈકસવાર વ્યક્તિ માથામાં હેલમેટના બદલે તપેલી પહેરીને બાઈક ચલાવી રહ્યો છે. આ વીડિયો તેની પાછળ ચાલી રહેલા કોઈ અન્ય વાહનમાંથી શૂટ કરવામાં આવ્યો છે. વીડિયો શૂટ કરનાર વ્યક્તિ રાજકોટના કે કે નગરની ઘટના હોવાનું પણ કહી રહ્યો છે.

અહીં જુઓ વીડિયો

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ થયેલા વીડિયોમાં કાલાવાડ રોડના કેકેવી હોલથી ક્રિસ્ટલ મોલ તરફ એક યુવક માથામાં તપેલી પહેરીને જતો દેખાઈ રહ્યો છે.લોકો તેના પર મજેદાર કમેન્ટ કરી રહ્યા છે. વીડિયો પોસ્ટ કરનાર યુઝરે લખ્યું છે,'યે ગુજરાત હૈ, યહાં સબ કુછ મુમકિન હૈ.' તો લોકો વીડિયો પર મજેદાર કમેન્ટ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ ટ્રાફિક દંડ ભરવા ખિસ્સામાં પૈસા નથીનું બહાનું નહીં ચાલે, E-Payment થી વસુલાશુ દંડ

ઉલ્લેખનીય છે કે નવા નિયમ લાગુ થયા બાદ પોલીસ હેલ્મેટ ન પહેરનાર વ્યક્તિઓે 500 રૂપિયાનો દંડ ફટકારી રહી છે. આ વીડિયોની સાથે સાથે હેલમેટ ચોરીનો પણ એક વીડિયો વાઈરલ થયો છે. તો અન્ય એક વૃદ્ધનો વીડિયો પણ વાઈરલ થયો છે, જેમાં વૃદ્ધ પૈસા ન હોવાથી તપેલી પહેરીને ફરી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK