બ્લૅક મની લાવવાની વાતથી પણ ઘણા લોકોને પસીનો વળી રહ્યો છે

Published: 7th November, 2014 05:32 IST

કાળું નાણું દેશની પ્રૉપર્ટી કહેવાય એ વાત પણ થોડા સમય પહેલાં કોઈને ખબર નહોતી, પણ જે રીતે ભારત સરકારે એ પૈસાને દેશમાં લઈ આવવાની ઝુંબેશ શરૂ કરી એ જોતાં લોકોને એમાં રસ પડવાનો શરૂ થયો અને ધીમે-ધીમે એ વાત બધાને સમજાવાની શરૂ થઈ કે એ જે પૈસો છે એ દેશનો પૈસો છે.


rajat sharmaસ્પેશ્યલ કમેન્ટ - રજત શર્મા, ચૅરમૅન, ઇન્ડિયા ટીવી


બ્લૅક મની વિશે જો વિગતવાર સમજવા જઈએ તો એવું પણ કહી શકાય કે સરકારે બ્લૅક મની રાખવા બદલ પેનલ્ટી લેવાનું જો નક્કી કર્યું, જે કાયદામાં જોગવાઈ છે જ તો-તો એવું બનશે કે બ્લૅક મનીની સામે લગભગ ત્રણગણી બીજી રકમની ઇન્કમ પણ સેન્ટ્રલ ગવર્નમેન્ટને થશે. આ જે કોઈ પૈસો છે એ પૈસો કલ્પના ન થઈ શકે એવડો મોટો છે. ધારીએ એવો અને વિચારીએ એવો એનો ઉપયોગ થઈ શકે છે. અફર્કોસ, બ્લૅક મની લાવવાનું કામ દેખાય છે એટલું ઈઝી નથી, પણ એવું પણ નથી કે એ અશક્ય કામ હોય. એ કામની દિશા ખુલ્લી છે અને ભારત સરકાર જે દૃઢતા સાથે કામ કરી રહી છે એ જોતાં એવું પણ વિશ્વાસ સાથે કહી શકાય કે આ કામ આ સરકાર કરીને દેખાડશે. બને કે એમાં અમુક લીગલિટી નડે અને એવું પણ બને કે એમાં વાર લાગે, પણ જે વિલ પાવર સાથે અત્યારે સરકાર બ્લૅક મની લઈ આવવાનું કામ કરી રહી છે એ જોતાં એટલી તો ખાતરી છે કે દેશનું બ્લૅક મની ફૉરેનની બૅન્કમાંથી પાછું આવશે અને સૌથી મહત્વની વાત તો એ છે કે બ્લૅક મની પાછું લઈ આવવામાં આવશે એવી વાતથી જ દેશના અનેક લોકોને પરસેવો વળવો શરૂ થઈ ગયો છે.

પાછાં આવનારાં આ બ્લૅક મનીનો બહુ સમજદારી સાથે ઉપયોગ થવો જોઈએ એવું કહેવું ઉચિત ગણાશે, કારણ કે એ જે પૈસો આવશે એનાથી દેશને એક બહુ મોટું ફન્ડ-બૅકિંગ મળી જશે, જેની અત્યારે તાતી જરૂરિયાત છે. મારું માનવું છે કે એ ફન્ડનો મૅક્સિમમ ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થવો જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ એક એવી સુવિધા છે જેના થકી ડેવલપમેન્ટ શરૂ થતું હોય છે. ગુજરાતનો વિકાસ એ હકીકતે તો પાયાની સુવિધાના આધારે આવેલો વિકાસ છે. ગુજરાતમાં છેલ્લાં દસ-બાર વર્ષમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થયું એ ડેવલપમેન્ટના આધારે તો નવું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું અને મલ્ટિનૅશનલ કંપની પણ પોતાના પ્રોજેક્ટ સાથે ગુજરાતમાં એન્ટર થઈ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રૉન્ગ હોય તો તમે કોઈને તમારે ત્યાં બોલાવી શકો છો અને જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તમામ ફૅસિલિટી અવેલેબલ હોય તો આવનારાઓને પણ એ દેશમાં ઇન્વેસ્ટમેન્ટ સાથે ડેવલપમેન્ટ કરવાની તક દેખાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત ટેક્નિકલ એજ્યુકેશનનું ફીલ્ડ પણ એવું ફીલ્ડ છે જેને સ્ટ્રૉન્ગ કરવાની જરૂર છે. ટેક્નિકલ સ્કિલને કારણે નવું ડેવલપમેન્ટ બહુ આસાનીથી આગળ વધે એવું મારું માનવું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK