Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાજસ્થાન ચૂંટણી: ભાજપ જીતશે 180 સીટો - વસુંધરા રાજે

રાજસ્થાન ચૂંટણી: ભાજપ જીતશે 180 સીટો - વસુંધરા રાજે

27 December, 2018 02:26 PM IST |

રાજસ્થાન ચૂંટણી: ભાજપ જીતશે 180 સીટો - વસુંધરા રાજે

વસુંધરા રાજેએ ફરી સત્તામાં આવવાનો વિશ્વાસ દર્શાવ્યો

વસુંધરા રાજેએ ફરી સત્તામાં આવવાનો વિશ્વાસ દર્શાવ્યો


રાજસ્થાન વિધાનસભા માટે હવે આચારસંહિતા લાગુ પડી ગઈ છે. હવે ઉમેદવારો અને તેમના સમર્થકો ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે. શુક્રવારે મતદાન થશે. મતદાનના પહેલા 'મિડ-ડે' સાથે વાત કરતા વસુંધરા રાજેએ ફરી સત્તામાં આવવાનો વિશ્વાસ દર્શાવ્યો છે. અને કહ્યું હતું કે, 'કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ પર જોર પર અમે વોટ માંગી રહ્યા છીએ અને અમને  જનતાનો સાથ પણ મળશે.
વસુધંરા રાજેએ કહ્યું હતું કે,'ભાજપ સરકાર આ વખતે 180 સીટો લાવી ફરી સરકાર બનાવશે. જનતાના આશીર્વાદ અને પાર્ટી કાર્યકર્તાઓની મહેનતના જોરે જીતનો રેકાર્ડ બનાવીશું.'


વધુમાં વસુધંરા રાજે એ ઉમેર્યુ હતું કે, 'અમારી સરકારે રાજસ્થાનને બીમાર રાજ્યમાંથી બહાર કાઢ્યું છે અમને વિશ્વાસ છે કે પરંપરા તોડીને ફરીથી સત્તામાં આવીશુ . અમે કામ કર્યું છે  અને અમે લોકોની વચ્ચે ગયા છીએ. પરિવારની જેમ અમે લોકો સુધી પહોચ્યા છીએ.પાંચ વર્ષ પહેલા રાજસ્થાન પછાત, ભ્રષ્ટાચારથી પરેશાન હતું. હવે રાજસ્થાન વિકસિત બન્યું છે. ભામાશાહ યોજના, જનની સુરક્ષા યોજના,  સ્કીલ ડેવલપમેન્ટ સહિત 167 યોજનાઓના માધ્યમથી અમે રાજસ્થાનને આગળ વધાર્યું છે.'

Whatsapp-channel Whatsapp-channel

27 December, 2018 02:26 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK