કાકા બાળ ઠાકરેની મુલાકાતે રાજ ઠાકરે : અફવાબજારમાં ગરમાટો

Published: 27th October, 2012 05:52 IST

એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરે ગઈ કાલે બપોરના સમયે બાંદરામાં આવેલા માતોશ્રી ખાતે શિïવસેનાના પ્રમુખ બાળ ઠાકરેની મુલાકાતે પહોંચી જતાં આખો દિવસ રાજકીય ક્ષેત્રે અફવાનું વાતાવરણ ગરમ રહ્યું હતું.
જોકે આ મુલાકાત રાજકીય કારણોસર નહીં પણ કાકાની તબિતયની પૂછતાછ માટે કરવામાં આવી હોવાનું એમએનએસ તરફથી જણાવવામાં આવ્યું હતું.

છેલ્લા અનેક દિવસોથી બાળ ઠાકરેની તબિયત લથડી ગઈ છે. એટલે જ તેઓ દશેરાના દિવસે દાદરના શિવાજી પાર્કમાં યોજાયેલી દશેરા રૅલીમાં પણ હાજર રહી શક્યા નહોતા અને તેમના રેકૉર્ડેડ ભાષણનો વિડિયો બતાવવામાં આવ્યો હતો જેમાં બાળ ઠાકરેએ પોતાની તબિયત સારી રહેતી ન હોવાનું કહ્યું હતું. સાથે જ ઉદ્ધવ અને આદિત્યને સંભાળી લેવાની ભાવુક વાત પણ તેમણે શિવસૈનિકોને કરી હતી. ભાષણમાં બાળ ઠાકરેની તબિયત નાજુક જણાઈ રહી હતી તેમ જ તેમને બોલવામાં પણ દમ લાગી રહ્યો હતો, જેને પગલે ગઈ કાલે રાજ ઠાકરે બપોરના પોતાના કાકાની તબિયતના ખબરઅંતર પૂછવા પહોંચી ગયા હતા. આ દરમ્યાન કાકા-ભત્રીજા વચ્ચે એક કલાક ચર્ચા ચાલી હતી. છેલ્લા એક મહિનામાં બીજી વાર રાજ ઠાકરેએ પોતાના કાકાની મુલાકાત લીધી હતી, જેને પગલે અનેક ચર્ચાઓ થઈ રહી છે. જોકે હંમેશ મુજબ બન્ને પક્ષે આ ચર્ચાઓનો છેદ ઉડાડી દેવામાં આવ્યો હતો.

એમએનએસ = મહારાષ્ટ્ર નવનિર્માણ સેના

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK