Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાલિકાના સફાઈ કર્મચારીઓનું દિલ જીતી લીધુ રાજ ઠાકરેએ

પાલિકાના સફાઈ કર્મચારીઓનું દિલ જીતી લીધુ રાજ ઠાકરેએ

15 November, 2020 04:39 PM IST |
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પાલિકાના સફાઈ કર્મચારીઓનું દિલ જીતી લીધુ રાજ ઠાકરેએ

તસવીર સૌજન્યઃ મહારાષ્ટ્ર સૈનિક-મનસે ટ્વીટ્સનું ટ્વીટર અકાઉન્ટ

તસવીર સૌજન્યઃ મહારાષ્ટ્ર સૈનિક-મનસે ટ્વીટ્સનું ટ્વીટર અકાઉન્ટ


કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે પોતાનો સમય ફેમિલી સાથે પસાર કરી રહ્યા છે. તાજેતરમાં જ રાજ ઠાકરેએ બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC)ના સફાઈ કર્મચારીઓનું દિલ જીતી લીધુ છે.

 
 
 
View this post on Instagram

A post shared by Amit Thackeray (@amit.thackeray)




પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે 52 વર્ષના નેતા દરરોજ સાંજે શિવાજી પાર્ક જીમખાનામાં ટેનિસ રમે છે. ઘણી વખત રાજ ઠાકરે તેમના પુત્ર અમિત ઠાકરે સાથે પણ જોવા મળે છે.

ગુરુવારે દરરોજની જેમ ઠાકરે શિવાજી પાર્કમાં ટેનિસ રમી રહ્યા હતા. ત્યાં પાલિકાના સફાઈ કર્મચારીઓએ વિનંતી કરી કે રાજ ઠાકરે સાથે તેમને ફોટો લેવો છે. રાજ ઠાકરેએ સફાઈ કર્મચારીઓની વિનંતીનું માન રાખતા તરત જ તેમની સાથે ફોટો પડાવ્યો હતો.


સોશ્યલ મીડિયામાં આ ફોટો ખૂબ જ વાયરલ થયો હતો. રાજ ઠાકરેએ સફાઈ કર્મચારીઓ સાથે ફોટો પડાવ્યો તેમાં અન્ય કર્મચારીઓના ખભામાં તેમણે હાથ રાખ્યો છે, જે લોકોને ખૂબ જ ગમ્યુ હતું. એમએનએસના નેતા સચિન મોરેએ પણ આ ફોટો શૅર કર્યો હતો.

 
 
 
View this post on Instagram

A post shared by Amit Thackeray (@amit.thackeray)

દરમિયાન રાજ ઠાકરેના દિકરા અમિત ઠાકરેએ દિવાળીની શુભેચ્છા આપતા પોતાની પત્ની સાથેનો ફોટો શૅર કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

15 November, 2020 04:39 PM IST | | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK