ઉદ્ધવના જન્મદિને રાજે પુષ્પગુચ્છ મોકલ્યો

Published: 28th July, 2012 05:03 IST

શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે ગઈ કાલે બાવનમા વર્ષમાં પ્રવેશ્યા હતા, જોકે રાજ્યમાં ચાલી રહેલી દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ તેમ જ હેલ્થને જોતાં તેમણે પોતાના જન્મદિવસની ઉજવણી નહીં કરવાનો નિર્ણય લીધો હતો.

uddhav-birthdayછતાં ગઈ કાલે ઢગલાબંધ શિવસૈનિકોની સાથે જ તેમના પિતરાઈ ભાઈ અને એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ તેમને પુષ્પગુચ્છ મોકલી તેમને જન્મદિવસની શુભકામના આપી હતી. રાજકીય મતભેદો ભૂલીને રાજ ઠાકરે તેમના ભાઈ ઉદ્ધવની માંદગી સમયે તેમને માનસિક ટેકો આપવા પહોંચી ગયા હતા. શિવસેના સાથે છેડો ફાડ્યા બાદ બન્ને ભાઈઓ વચ્ચે બોલવાનો પણ વ્યવહાર નહોતો, પણ ઉદ્ધવની માંદગીને લીધે બન્ને ભાઈઓ ફરીથી એકબીજાની નજીક આવ્યા હતા. ઉદ્ધવ પર લીલાવતી હૉસ્પિટલમાં ઍન્જિયોગ્રાફી થઈ ત્યારે પણ રાજ સતત તેમની સાથે હતા અને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યાં બાદ પોતે કાર ડ્રાઇવ કરીને ભાઈને માતોશ્રીમાં મૂકી આવ્યા હતા.

 

ઉદ્ધવને બર્થ-ડે પર ક્રીએટિવ સંદેશ

શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના જન્મદિને તેમને અભિનંદન આપવા અને તેમને જલદીથી સાજા થઈ જવા માટેની શુભેચ્છા આપવા માટે શહેરમાં ઠેર-ઠેર અનેક હોર્ડિંગ્સ અને બૅનરો લગાવવામાં આવ્યાં હતાં. એમાંથી ઘણાં ગેરકાયદે પણ હશે, પરંતુ દાદરમાં સેનાભવનની સામે લગાડવામાં આવેલું એક મસમોટું હોર્ડિંગ ખાસ્સું ક્રીએટિવ હતું. ઉદ્ધવે હમણાં ઍન્જિયોપ્લાસ્ટી કરાવીને પોતાના હાર્ટના બ્લૉકેજ દૂર કરાવ્યા એ સંદર્ભમાં લખવામાં આવ્યું હતું કે યશના માર્ગમાંથી બધાં બ્લૉકેજ દૂર થઈ ગયાં છે. તસવીર : રાણે આશિષ

એમએનએસ = મહારાષ્ટ્ર નવનિર્માણ સેના

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK