મુંબઈ: ટૅક્સીનું મિનિમમ ભાડું 30 રૂપિયા?

રાજેન્દ્ર બી. અકલેકર | મુંબઈ | Jun 02, 2019, 12:02 IST

કાળી-પીળી ટૅક્સીવાળાઓની માગણી : નહીં તો આંદોલન કરવાની ધમકી

મુંબઈ: ટૅક્સીનું મિનિમમ ભાડું 30 રૂપિયા?
કાળી-પીળી ટૅક્સી

મુંબઈની કાળી-પીળી ટૅક્સીના ડ્રાઇવરોએ લઘુતમ ભાડું ૨૨ રૂપિયાથી વધારીને ૩૦ રૂપિયા કરવાની માગણી કરી છે અને જો એ માગણી પૂરી ન કરવામાં આવે તો આંદોલન કરવાની ધમકી આપી છે. મોંઘવારીમાં વૃદ્ધિ અને ટૅક્સીના મેઇન્ટેનન્સના ખર્ચમાં થતા વધારાને કારણે લઘુતમ ભાડામાં વૃદ્ધિ તાકીદની જરૂરિયાત હોવાનું મુંબઈ ટૅક્સીમેન્સ યુનિયનના નેતા ઍન્થની ક્વૉડ્રોસે જણાવ્યું હતું.

ક્વૉડ્રોસે જણાવ્યું હતું કે ‘અમે ગયા વર્ષે મહારાષ્ટ્ર સરકાર પાસે લઘુતમ ભાડું વધારીને પચીસ રૂપિયા કરવાની માગણી કરી ત્યારે રાજ્ય સરકારે એ રજૂઆત તરફ ધ્યાન આપ્યું નહોતું. આ વર્ષે અમે લઘુતમ ભાડું વધારીને ૩૦ રૂપિયા કરવાની માગણી કરીએ છીએ. જો અમારી એ માગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે બેમુદત આંદોલન કરીશું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK