રાજકોટમાં મેઘરાજાએ નોંધાવ્યો નવો વિક્રમ : ખુલ 59 ઇંચ ખાબક્યો

Published: Sep 27, 2019, 19:00 IST | Rajkot

રાજકોટ શહેરમાં 102 વર્ષ બાદ મોસમના કુલ વરસાદનો નવો વિક્રમ સ્થાપિત થયો છે. ચાલુ વર્ષે મોસમનો કુલ વરસાદ 59 ઈંચ નોંધાયો છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૫૯ ઈંચ મધ્ય ઝોનમાં ૫૫ ઈંચ અને પૂર્વ ઝોનમાં 46 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજકોટમાં વરસાદ (PC : Bipin Tankaria)
રાજકોટમાં વરસાદ (PC : Bipin Tankaria)

Rajkot : રાજકોટવાસીઓ માટે લાપસીના આંધણ મૂકવા જેવા ખુશખબર છે કે રાજકોટ શહેરમાં 102 વર્ષ બાદ મોસમના કુલ વરસાદનો નવો વિક્રમ સ્થાપિત થયો છે. ચાલુ વર્ષે મોસમનો કુલ વરસાદ 59 ઈંચ નોંધાયો છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૫૯ ઈંચ મધ્ય ઝોનમાં ૫૫ ઈંચ અને પૂર્વ ઝોનમાં 46 ઈંચ વરસાદ નોંધાયો છે. 1917 થી 2019 સુધીના 102 વર્ષના સમયગાળામાં અગાઉ સૌથી વધુ વરસાદ 2010 માં 54 ઈંચ નોંધાયો હતો.

રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ઠેબાના
 જણાવ્યા મુજબ ચાલુ વર્ષે આજે તા.27-9-2019 ના બપોરે 3-30 કલાકની સ્થિતિએ રાજકોટ શહેરમાં મોસમનો કુલ વરસાદ 59 ઈંચ થયો છે. આ સાથે ફાયર બ્રિગેડના રેકોર્ડ અનુસાર મોસમના કુલ વરસાદના 1917 થી 2019 સુધીના છેલ્લા 102 વર્ષના તમામ રેકોર્ડ બ્રેક થઈ ગયા છે અને વરસાદનો નવો વિક્રમ સ્થાપિત થયો છે.

આ પણ જુઓ : રાજકોટ પર મેઘો થયો મહેરબાન, ચાર કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ

અહીં મહત્વનું છે કે રાજકોટ શહેરમાં ત્રણ સ્થળે માપવામાં આવે છે જેમાં ફાયર બ્રિગેડ દ્રારા શહેરના ત્રણેય ઝોનમાં અલગ-અલગ રીતે વરસાદ માપવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. તદ ઉપરાંત મહાપાલિકાના આઇવે પ્રોજેકટના સીસીટીવી કેમેરાના સેન્સરમાં પણ વરસાદ નોંધાય છે અને શહેરના એરપોર્ટ સ્થિત વેધર કંટ્રોલમમાં પણ વરસાદ માપવામાં આવે છે. 102 વર્ષના સૌથી વધુ વરસાદનો નવો વિક્રમ સ્થાપિત થયો છે તે ફાયરબ્રિગેડ ના રેકોર્ડ અનુસાર છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK