ઉત્તર-મધ્ય ગુજરાતમાં અનરાધાર વરસાદ, અન્યત્ર સાધારણ ઝાપટાં

Published: 29th August, 2012 05:41 IST

ક્લાઉડ ફૉર્મેશન અને બંગાળની ખાડી પર સર્જાયેલા સાઇક્લોનિક સક્યુર્લેશનની અસરને કારણે ગઈ કાલે ગુજરાત માટે વરસાદની બાબતમાં વધુ એક દિવસ રાહતરૂપ રહ્યો હતો. ગઈ કાલે ગુજરાતના ૧૬૧ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.

ગઈ કાલે સૌથી વધુ વરસાદ ગાંધીનગરમાં પડ્યો હતો. ગાંધીનગરમાં ચાર ઇંચ વરસાદ હતો; જ્યારે અમદાવાદમાં દોઢ, ઉમરપાડામાં બે, સાણંદમાં એક, દેત્રોજામાં દોઢ, નડિયાદમાં બે, બોરસદમાં બે, પેટલાદમાં ત્રણ, વડોદરામાં એક, સાવલીમાં પોણાત્રણ, સિનોરમાં ત્રણ, પંચમહાલ જિલ્લાના ધોધંબા ગામમાં પોણાચાર, હાલોલમાં ત્રણ, દાહોદમાં સવાબે, ફતેપુરામાં દોઢ, સાબરકાંઠા જિલ્લાના બાથડ ગામમાં પોણાચાર, ઈડરમાં પોણાબે, કલોલમાં એક, માણસામાં એક, અમરેલીમાં એક, વલ્લભવિદ્યાનગરમાં દોઢ, વલસાડમાં એક અને સેલવાસમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK