આગામી 5 દિવસમાં રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી, હવામાન વિભાગની આગાહી

Published: Jul 12, 2019, 12:05 IST | અમદાવાદ

એક તરફ દક્ષિણ ગુજરાત વરસાદમાં તરબોળ થઈ ચૂક્યુ છે અને રાજ્યના બાકીના વિસ્તારો કોરાકટ છે. ત્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ માટે લોકોએ હજીય લાંબી રાહ જોવી પડી શકે છે.

એક તરફ દક્ષિણ ગુજરાત વરસાદમાં તરબોળ થઈ ચૂક્યુ છે અને રાજ્યના બાકીના વિસ્તારો કોરાકટ છે. ત્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ માટે લોકોએ હજીય લાંબી રાહ જોવી પડી શકે છે. કારણ કે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદ પડવાનો નથી.

રાજ્યમાં કુલ 23 ટકા વરસાદ

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચોમાસાની શરૂઆત તો સારી થઈ હતી, જો કે વરસાદની એવરેજ જળવાઈ નથી. રાજ્યના અનેક વિસ્તારો હાલ પાણી માટે ટળવળી રહ્યા છે. મેઘરાજાને રિઝવવા માટે પૂજા પાઠ, હવન થઈ રહ્યા છે, પરંતુ જુલાઈના 10 દિવસ વીતવા છતાંય વરસાદના એંધાણ નથી. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આંકડા પ્રમાણે 9 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદ અટકી ગયો છે. 7 જુલાઈ સુધી રાજ્યમાં રોજનો સરેરાશ 21.69 મિમી વરસાદ નોંધાયો છે. પરંતુ 9 જુલાઈ બાદ આ એવરેજ ઘટીને માત્ર 5.62 મિમી થઈ ગઈ છે. 11 જુલાઈ સુધી રાજ્યમાં 23.73 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જે સિઝનના કુલ વરસાદના ત્રીજા ભાગનો છે.

કોઈ સિસ્ટમ નથી સક્રિય

જો કે આગમી 5 દિવસ સુધી હજીય રાજ્યમાં વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના કહેવા પ્રમાણે હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય નથી એટલે વરસાદની શક્યતા નહિવત છે. હવામાન વિભાગના અધિકારી જયંતા સરકારનું કહેવું છે કે,'દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ચોમાસું આગળ વધ્યું છે, પરંતુ કોઈ સિસ્ટમ નથી બની રહી. એટલે દક્ષિણ ગુજરાતને બાદ કરતા બીજે ક્યાંય વરસાદ નહીં પડે.'

આ પણ વાંચોઃ પ્રાણઃ ક્રિકેટ જોવા સવારે 5 વાગે લાઈનમાં ઉભા રહેતા હતા 'શેર ખાન'

દક્ષિણ ગુજરાતમાં 30 ટકા વરસાદ

ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 દિવસમાં વરસાદ દક્ષિણ ગુજરાતમાં ધડબડાટી બોલાવી ચૂક્યો છે. વલસાડ, ડાંગ, નવસારી સુરતમાં સિઝનનો 30 ટકા વરસાદ પડી ચૂક્યો છે. ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં જનજીવનને અસર પડી હતી. પરંતુ બાકીના વિસ્તારો હજીય કોરાધાકોર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK