20ઑક્ટોબરથી 30 નવેમ્બર સુધી ચાલશે 392 તહેવાર સ્પેશિયલ ટ્રેન

Published: 14th October, 2020 11:00 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

રેલવેએ તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખતા પ્રવાસીઓની ભીડ વધવાનો અંદાજ છે, જેને જોતાં તેમણે આ નિર્ણય લીધો છે.

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

કોરોના મહામારી (Coronavirus Pendemic)ને કારણે રેલવે (Railways)એ પોતાની નિયમિત સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. જરૂરિયાત મુજબ દેશમાં ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.

ભારતીય રેલવેએ મંગળવારે જાહેરાત કરી કે આગામી તહેવારની સીઝન જોતા 20 ઑક્ટોબરથી 30 નવેમ્બર દરમિયાન 392 ફેસ્ટિવ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. આ ટ્રેનો પર સ્પેશિયલ ટ્રેનનું ભાડું લાગશે, એટલે કે આનું ભાડું મેલ/એક્સપ્રેસ ટ્રેનની તુલનામાં 10-30 ટકા વધારે હશે. આ ભાડું પ્રવાસની શ્રેણી પર આધાર રાખશે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે રેલવેએ તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખતા પ્રવાસીઓની ભીડ વધવાનો અંદાજ છે, જેને જોતાં તેમણે આ નિર્ણય લીધો છે.

આ કારણે લેવામાં આવ્યો નિર્ણય
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દુર્ગા પૂજા, દશેરા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન રજાઓને કારણે પ્રવાસીઓની વધતી માગ પૂરી કરવા માટે કોલકાતા, પટના, વારાણસી, લખનઉ સહિત અન્ય જગ્યાઓ માટે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. અત્યાર સુધી રેલવેએ 666 મેલ/એક્સપ્રેસ રેલ ગાડીઓ સેવામાં લગાવી છે જે હવે આખા દેશમાં નિયમિત રીતે દોડી રહી છે. આ સિવાય મુંબઇમાં કેટલીક ઉપનગરીય સેવાની સાથે સાથે કોલકાતા મેટ્રોની કેટલીક સેવાઓ પણ ફરી શરૂ કરી દેવામાં આવી છે.

30 નવેમ્બર સુધી દોડશે આ સ્પેશિયલ ટ્રેન
અધિકારીઓએ જણાવ્યું કે ફેસ્ટિવ સ્પેશિયલ ટ્રેનો 30 નવેમ્બર સુધી જ દોડાવાવમાં આવશે. મંગળવારે જાહેર કરવામાં આવેલા આદેશમાં રેલવે બૉર્ડે કહ્યું કે આ ફેસ્ટિવ સ્પેશિયલ ટ્રેન 55 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડશે. રેલવેએ કોરોના વાયરસ મહામારીને કારણે પોતાની નિયમિત સેવા અટકાવી દીધી અને માગ તથા જરૂરિયાત પ્રમાણે ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK