ભારતીય રેલવેએ બુધવારે જણાવ્યું હતું કે તેણે ટિકિટ કૅન્સલ કરવાનો સમયગાળો વધારીને નવ મહિનાનો કરી દીધો છે, કારણ કે ઘણા લોકો તેમની ટિકિટ કૅન્સલ કરાવીને હાલના છ મહિનાના ગાળામાં રિફન્ડ મેળવવા સક્ષમ નથી.
ઘણા પેસેન્જરોએ હજી તેમની બુક થયેલી ટિકિટો માટેનું રિફન્ડ મેળવવું બાકી છે, તેથી ઘણી ઝોનલ રેલવેએ સૂચનો અને વિનંતી કર્યાં હતાં, જેને પગલે ટિકિટ કૅન્સલ કરવા માટે અને રિફન્ડ મેળવવા માટે ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે, તેમ ભારતીય રેલવેએ યાદીમાં જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પેસેન્જરોએ નાણાં ગુમાવવાની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભારતીય રેલવે મહામારીને કારણે કૅન્સલ થયેલી ટ્રેનોનું પૂરું રિફન્ડ ચૂકવશે. સ્ટેશન પર બુકિંગ કરનારા પેસેન્જરો કાઉન્ટર પર તેમની ટિકિટો જમા કરાવીને ડિપાર્ચર ડેટ (ટ્રેન ઉપડવા તારીખ)ના નવ મહિનાની અંદર રિફન્ડ મેળવી શકશે. ઑનલાઇન ટિકિટ બુક કરાવનારા પેસેન્જરો ભારતીય રેલવે જ્યારે પણ ટ્રેન રદ કરે ત્યારે ઑટોમેટિક ઑનલાઇન રિફન્ડ મેળવશે.
મુંબઈ સેન્ટ્રલ બનશે નાના જગન્નાથ શંકરશેઠ ટર્મિનસ
શિવસેનાના નેતા અને દક્ષિણ મુંબઈના સંસદસભ્ય અરવિંદ સાવંતે બુધવારે જણાવ્યું હતું કે મુંબઈ સેન્ટ્રલ રેલવે ટર્મિનસને ટૂંક સમયમાં જ નવું નામ અપાશે. ટર્મિનસનું નામ ૧૯મી સદીના મહાન પરોપકારી નાના જગન્નાથ શંકરશેઠ પરથી રાખવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે ગયા વર્ષે માર્ચમાં દરખાસ્ત મંજૂર કરી હતી અને હવે કેન્દ્રએ મંજૂરીની આખરી પ્રક્રિયા હાથ ધરી છે, તેમ સાવંતે જણાવ્યું હતું.
93 વર્ષની ઉંમરે પદ્મ પુરસ્કાર મેળવનાર ગુજરાતી બા જસવંતીબહેન પોપટ છે કોણ?
27th January, 2021 16:39 IST'સ્કિન ટૂ સ્કિન કૉન્ટેક્ટ વગરનો સ્પર્શ યૌન અપરાધ નથી' - SCએ મૂક્યો સ્ટે
27th January, 2021 13:24 ISTMaharashtra School Reopen: 5 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માટે ખુલ્લી શાળા
27th January, 2021 12:51 ISTMumbai Local: મધ્ય રેલવેની લોકલ સેવા ઠપ્પ, આ સ્ટેશન વચ્ચે ટ્રેકમાં ગરબડ
27th January, 2021 11:07 IST