Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાહુલ-પ્રિયંકા લાઇવ પેટ્રોલ બૉમ્બ: અનિલ વિજ

રાહુલ-પ્રિયંકા લાઇવ પેટ્રોલ બૉમ્બ: અનિલ વિજ

26 December, 2019 11:53 AM IST | Mumbai Desk

રાહુલ-પ્રિયંકા લાઇવ પેટ્રોલ બૉમ્બ: અનિલ વિજ

રાહુલ-પ્રિયંકા લાઇવ પેટ્રોલ બૉમ્બ: અનિલ વિજ


હરિયાણાના સ્વાસ્થ્યપ્રધાન અનિલ વિજે કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને ‘લાઈવ પેટ્રોલ બૉમ્બ’ ગણાવ્યાં છે. તેમણે આરોપ મૂકયો કે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં આગ લગાવે છે અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડે છે.

રાહુલ- પ્રિયંકાને જ્યારે યુપી પોલીસે મેરઠની સરહદની બહારથી જ આગળ જતાં અટકાવી દીધાં તેવા સમયે અનિલ વિજે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. બન્ને નેતા સીએએ વિરુદ્ધ હિંસક દેખાવોમાં મોતને ભેટેલા યુવકોના પરિવારજનોને મળવા જઈ રહ્યાં હતાં.
મેરઠમાં ગયા સપ્તાહે નાગરિકતા કાયદા વિરુદ્ધ હિંસક દેખાવોમાં બે લોકોનાં મોત થયાં હતાં. દેખાવકારોએ એક પોલીસ ચોકીને પણ આગ લગાવી દીધી હતી. નાગરિકતા કાયદો લાગુ થયા બાદથી જ દેશભરનાં રાજ્યોમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2019 11:53 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK