રાહુલ ગાંધીની દીવાનીએ કહ્યુ રાજીવે કર્યા હતા અમારા લગ્ન નક્કી

Published: Nov 21, 2014, 08:39 IST

કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની દીવાની એક મહિલાએ આગ્રાના મહિલા સ્ટેશનમાં ઘુસીને ભારે બબાલ કરી હતી.


લખનઉ,તા.21 નવેમ્બર

આ 30 વર્ષની યુવતીએ કહ્યુ હતુ કે તે રાહુલ ગાંધીની દીવાની છે અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે.એ યુવતીએ એવો પણ દાવો કર્યો હતો કે તેના અને રાહુલ ગાંધીના લગ્ન રાજીવ ગાંધીએ બાળપણમા નક્કી કર્યા હતા.પોતાની દિવાનગીનો ઈઝહાર કરવા માટે અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા દિલ્હીમાં દસ જનપથ અને 11 તુગલક રોડના અનેક વર્ષે સુધી ચક્કર લગાવ્યા પણ સુરક્ષા કર્મીઓએ તેને મળવા દીધી નહોતી.હવે તે પોલીસ પાસે ન્યાય માંગવા આવી પહોંચી.

આગરાના સિંકદરા વિસ્તારમાં રહેનારી કલ્પના (નામ બદલ્યુ છે) દસમુ ધોરણ પાસ છે.તેના પિતા સૈન્યમાં છે.તેણે પોલીસને એવુ કહ્યુ હતુ કે તેના માસા રેલ મંત્રાલયમાં સચિવ હતા.રાજીવ ગાંધી સાથે તેમના ઘરેલુ સંબંધો પણ હતા.રાજીવ ગાંધી અને તેના માસાએ સાથે મળીને બાળપણમાં રાહુલના લગ્ન મારી સાથે નક્કી કર્યા હતા.આ યુવતીએ તેના માસા અને રાજીવ ગાંધીનો ફોટો પણ પોતાના મોબાઈલમાં બતાવ્યો હતો.યુવતીના કેહવા અનુસાર ચાર વર્ષ પેહલા જ તેને આ અંગે જાણ થઈ અને ત્યારથી તે દસ જનપથ અને રાહુલ નિવાસસ્થાન 11 તુગલક રોડ પર જઈ રાહુલને મળવાના પ્રયાસ કરી રહી છે.ઘણા દિવસો સુધી આ યુવતી સવાર-સાંજ રાહુલના નિવાસસ્થાન બહાર બેસી રહી હતા,પણ સુરક્ષાકર્મીઓ તેને અંદર જવા દેતા નહોતા.અન્ય કોઈ માર્ગ ન મળ્યો એટલે તેણે મહિલા પોલીસ સ્ટેશનની મદદ લેવાનો નિર્ણય કર્યો.

પરિવાર અને પાડોશીઓ આ યુવતીને પાગલ કહે છે


યુવતીનુ કહેવુ છે કે તેનો પરિવાર અને આસપાસમાં રેહતા લોકો તેની મજાક ઉડાવે છે.રાહુલ પ્રત્યે તેની દિવાનગી અને લગ્નની જીદને કારણે લોકો તેને પાગલ સમજે છે.રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા માટે આ યુવતીએ અનેક સારા માંગા ઠુકરાવ્યા છે.જેનાથી તેના ઘરના લોકો પણ નારાજ છે.આ યુવતી પર પરિવારજનો લગ્ન માટે દબાણ કરી રહ્યાં છે.


રાહુલ ગાંધીએ મોકલ્યુ હતુ ગ્રીટિંગ


કલ્પનાના કહેવા અનુસાર તે રાહુલ ગાંધીને નવા વર્ષે અને દરેક તહેવારો પર ગ્રિટિંગ મોકલતી હતી.2012માં રાહુલ ગાંધીના હસ્તાક્ષર વાળુ ગ્રીટિંગ તેને મળ્યુ હતુ અને ત્યારબાદ તે રાહુલ સાથે મુલાકાતની આશા રાખી રહી હતી જે અત્યાર સુધી જળવાઈ રહી છે.આ ગ્રીટીંગ લઈને તે દસ જનપથ અને 11 તુગલક રોડના ચક્કર લગાવી રહી છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK