રાહુલ ગાંધીએ કહ્યું,'હું હવે અધ્યક્ષ નથી, પક્ષ નવા અધ્યક્ષ શોધે'

Published: 3rd July, 2019 16:27 IST | દિલ્હી

કોંગ્રેસમાં અધ્યક્ષપદને લઈ મામલો ગરમાઈ રહ્યો છે. રાહુલ ગાંધી અધ્યક્ષ પદ છોડવા પર અડગ છે. તેમણે બુધવારે પત્રકારો સાથે વાતચીત કરતા ફરી એકવાર કહ્યું છે કે કોંગ્રેસ હાલ અધ્યક્ષવિહોણી છે, પક્ષે મોડું કર્યા વગર નવા અધ્યક્ષ અંગે કોઈ નિર્ણય લેવો જોઈએ

કોંગ્રેસમાં અધ્યક્ષપદને લઈ મામલો ગરમાઈ રહ્યો છે. રાહુલ ગાંધી અધ્યક્ષ પદ છોડવા પર અડગ છે. તેમણે બુધવારે પત્રકારો સાથે વાતચીત કરતા ફરી એકવાર કહ્યું છે કે કોંગ્રેસ હાલ અધ્યક્ષવિહોણી છે, પક્ષે મોડું કર્યા વગર નવા અધ્યક્ષ અંગે કોઈ નિર્ણય લેવો જોઈએ. હું રાજીનામુ આપી ચૂક્યો છું અને હવે હું પાર્ટીનો અધ્યક્ષ નથી. કોંગ્રેસ વર્કિંગ કમિટીએ તાત્કાલિક બેઠક બોલાવાની નવા અધ્યક્ષ અંગે નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધી એ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપ્યુ છે. તેમણે કહ્યું હતું કે ગાંધી પરિવાર સિવાયના વ્યક્તિએ અધ્યક્ષ બનવું જોઈએ. જો કે આ દરમિયાન કોંગ્રેના તમામ નેતાઓ તેમને મનાવતા રહ્યા પરંતુ તેમના પ્રયત્ન કરતા રહ્યા પરંતુ તેમની તમામ કોશિશો નિષ્ફળ થઈ રહી છે. રાહુલ ગાંધીએ બુધવારે પત્રકારોને કહ્યું કે તેઓ રાજીનામાના નિર્ણય પર અડગ છે.

કેટલાક દિવસો પહેલા યોજાયેલી કોંગ્રેસના મુખ્યપ્રધાનોની બેઠકમાં રાહુલ ગાંધીએ પોતાનો નિર્ણય બદલવાનો ઈનકાર કર્યો હતો. જો કે તે બાદ ખુદ કોંગ્રેસના મુખ્યપ્રધાનોને રાહુલ ગાંધીએ પોતાના ઉત્તરાધિકારી નક્કી કરવાનું કહ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષના ઘરે 2 કલાક સુધી ચાલેલી બેઠક દરમિયાન રાજસ્થાના સીએમ અશોક ગેહલોત અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે પણ રાજીનામુ આપવાની તૈયારી દર્શાવી હતી.

લોકસભાની ચૂંટણી 2019માં પરાજય બાદ કોંગ્રેસમાં ઘમાસાણ મચ્યુ હતું. અનેક હોદ્દેદારો પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી ચૂક્યા છે. ઉત્તરપ્રદેશમાં પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને પૂર્વ પ્રધાન રણજીતસિંહ જુદેવે રાજીનામુ આપી ચૂક્યા છે તો મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ અશોક ચવ્હાણે પણ પદ છોડી દીધું હતું. હવે તેમનું રાજીનામુ સ્વીકારી લીધું છે.

આ પણ વાંચોઃ મિત્રએ ગળે મળવાની પાડી ના, તો મારી દીધું ચપ્પુ

આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહ પ્રધાન સુશીલકુમાર શિંદે પક્ષના નવા અધ્યક્ષ બનતા હોવાની અટકળો ચાલી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સુશીલ કુમાર શિંદે અધ્યક્ષ બને તે લગભગ નક્કી છે. આ રેસમાં મલ્લિકાર્જુન ખડગે, ગુલામ નબી આઝાદ, અશોક ગેહલોત, જનાર્દન દ્વિવેદી અને એ કે એન્ટોનીના નામ પણ સામેલ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK