બધા મોદી ચોર કહેનાર રાહુલ ગાંધીને ૧૦ ઑક્ટોબરે સુરત કોર્ટમાં હાજર રહેવા આદેશ

Published: Oct 08, 2019, 12:06 IST | મુંબઈ ડેસ્ક

રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી પુરાવવા માટે આવી રહ્યા છે. ૧૦ ઑક્ટોબરના દિને તેમની તારીખ છે.

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

સુરત : (જી.એન.એસ.) રાહુલ ગાંધી હાજીર હો...આવો સાદ પડતાં જ હાજીર હું સાહેબ... આવો ઘટનાક્રમ સુરતની કોર્ટમાં જોવા મળશે. હા રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી પુરાવવા માટે આવી રહ્યા છે. ૧૦ ઑક્ટોબરના દિને તેમની તારીખ છે. 

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં આ તત્કાલીન કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અનેક ચૂંટણી સભાઓ ગજવીને વડા પ્રધાન મોદી પર નિશાન તાક્યું હતું. તેમાં બૅન્કને નવડાવનારા નીરવ મોદી સહિતના મોદીનો ઉલ્લેખ કરી સવાલ કર્યો હતો કે બધા મોદી ચોર કેમ હોય છે. બસ ત્યાંથી શરૂ થયો કાયદેસરની કાર્યવાહીનો દોર. સુરત વેસ્ટના ધારાસભ્ય અને સમસ્ત મોદી સમાજના આગેવાન પૂર્ણેશ મોદીએ તમામ ૧૩ કરોડ મોદી ચોર નથી અને રાહુલના આ કથનથી સમાજની બદનક્ષી થઈ હોવાનું કહી સુરતની કોર્ટમાં રાહુલ સામે પોતાના સમાજના આગેવાન વકીલ હસમુખ લાલવાલા હસ્તક આઇપીસી ૪૯૯, ૫૦૦ હેઠળ કેસ દાખલ કરાવ્યો. એપ્રિલમાં આ કેસ દાખલ થયા બાદ રાહુલ સાંસદ હોઈ પાર્લામેન્ટ પાસે પહેલા પરવાનગી લેવાઈ હતી. રાહુલ સામે પહેલા ૭ જૂનના સમન્સ ઇસ્યુ થયો હતો અને હવે ૧૦ ઑક્ટોબરે હાજર રહેવા કોર્ટે આદેશ કર્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK