મજૂરોના મોતના આંકડાવાળા નિવેદન પર રાહુલ ગાંધીનો સવાલ

Published: Sep 15, 2020, 13:44 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારના એ જવાબ પર તીખો વાર કર્યો છે, જેમાં સરકારે કહ્યું હતું કે તેમને પાસે પ્રવાસી મજૂરોના નિધન અંગે કોઇ આંકડા નથી.

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

કૉંગ્રેસ નેતા રાહુલ (Rahul Gandhi) ગાંધીએ મોદી (Modi Government) સરકાર પર ફરી એકવાર તીખો વાર કર્યો છે, જેમાં સરકારે કહ્યું હતું કે તેમની પાસે પ્રવાસી (Migrant Workers) મજૂરોના મોતના કોઇ આંકડા નથી. સંસદના મૉનસૂન (Monsoon session) સત્રના પહેલા દિવસે સોમવારે શ્રમ મંત્રાલયે લિખિત જવાબમાં કહ્યું હતું કે સરકાર પાસે લૉકડાઉનમાં પ્રવાસી મજૂરોની મોતના આંકડા નથી, એવામાં વળતરનો તો પ્રશ્ન જ નથી ઉઠતો. જણાવવાનું કે રાહુલ (Rahul Gandhi) ગાંધી હાલ સોનિયા (Sonia Gandhi) ગાંધીના હેલ્થ ચેક-અપ માટે વિદેશમાં છે.

રાહુલ ગાંધી સરકારની પ્રતિક્રિયા પર મંગળવારે એક ટ્વીટમાં લખ્યું છે કે "મોદી સરકાર નથી જાણતી કે લૉકડાઉનમાં કેટલા પ્રવાસી મજૂરોના નિધન થયા અને કેટલાની નોકરીઓ ગઈ. તમે ન ગણ્યું તો શું નિધન નથી થયા? હા પણ દુઃખ છે કે સરકાર પર અસર ન થઈ, તેઓ ગુજરી ગયા તે જમાનાએ જોયું પણ મોદી સરકાર છે જેને ખબર ન પડી."

જણાવવાનું કે સોમવારે સરકારને પૂછવામાં આવ્યું હતું કે શું સરકાર પાસે પોતાના ગૃહરાજ્યોમાં પાછાં જનારા પ્રવાસી મજૂરોના કોઇ આંકડા છે? વિપક્ષે સવાલમાં એ પણ પૂછ્યું હતું કે શું સરકારને આ વાતની માહિતી છે કે આ દરમિયાન ઘણાંય મજૂરોના નિધન થયા હતા અને શું તેમના વિશે સરકાર પાસે કોઇ પણ ડિટેલ છે? સાથે જ સવાલ એ પણ હતો કે શું એવા પરિવારોને આર્થિક સહાયતા કે વળતર આપવામાં આવી છે? આના પર કેન્દ્રીય મંત્રી સંતોષ કુમાર ગંગવારે પોતાના લિખિત જવાબમાં જણાવ્યું કે, "એવા કોઇ જ આંકડા મેન્ટેઇન કરવામાં નથી આવ્યા. એવામાં આના પર કોઇ પ્રશ્નો નથી ઉઠતા."

માર્ચમાં મોદી સરકાર તરફથી કડક લૉકડાઉન પછી રાહુલ ગાંધી પ્રવાસી મજૂરોને મુદ્દે સરકાર પર હુમલો કરી રહ્યા છે. કોરોના વાયરસને કારણે મૂકવામાં આવેલા આ લૉકડાઉનમાં દેશભરમાં લાખો મજૂરો પોતાના રોજગાર અને કેટલાક તો પોતાના ઘર પણ ગુમાવી ચૂક્યા હતા, જેના પછી તેમણે પોતાના ગૃહરાજ્યા પાછાં ફરવાનું શરૂ કર્યું. આ દરમિયાન સેંકડો માઇલ ચાલ્યા કેટલાય મજૂરોના ભૂખ-તરસથી મોત થયા. તો કેટલાક રોડ અકસ્માતમાં માર્યા ગયા.

વિપક્ષે એવા પરિવારોના વળતરને લઈને સંસદમાં મુદ્દો ઉઠાવ્યો છે, પણ સરકાર કહે છે કે કારણકે તેમની પાસે પ્રવાસી મજૂરોના મોતના આંકડા નથી, એવામાં તે 'વળતરનો પ્રશ્ન જ નથી આવતો.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK