માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને મળ્યા જામીન, નોટબંધી પર આપ્યું હતું નિવેદન

Published: Jul 12, 2019, 16:51 IST | અમદાવાદ

અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં ચાલી રહેલા માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને જામીન મળ્યા છે. નોટબંધી પર તેમણે નિવેદન આપ્યું હતું.

તસવીર સૌજન્યઃ ANI
તસવીર સૌજન્યઃ ANI

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અમદાવાદની સ્થાનિક કોર્ટે જામીન આપ્યા છે. 15 હજારના બોન્ડ પર રાહુલને જામીન મળ્યા છે. આ મામલે વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરે થશે. કોર્ટે રાહુલ ગાંધીને પુછ્યું કે, શું તમે ગુનો કર્યો છે તો રાહુલ ગાંધીએ ના પાડી. રાહુલ ગાંધીએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. કોર્ટે રાહુલની જામીન અરજી સ્વીકારી છે.


મુંબઈ અને પટના બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે એટલે કે શુક્રવારે અમદાવાદની સ્થાનિક કોર્ટમાં હાજર થયા. રાહુલ ગાંધી પર નોટબંધી દરમિયાન આપવામાં આવેલા એક નિવેદનને લઈને અમદાવાદમાં માનહાનિનો એક મામલો દાખલ કરાવ્યો હતો. આ મામલે આજે સુનાવણી થઈ.

રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. રાહુલ ગાંધીએ નોટબંધી દરમિયાન એડીસી બેંકમાં ભારે માત્રામાં રોકડ રકમ જમા હોવાનું નિવેદન આપ્યું હતું, જેની સામે બેંકે તેની સામે કેસ દાખલ કર્યો છે. એડીસી બેંક તરફથી દાખલ કરવામાં આવેલા કેસ મામલે કોર્ટે તેમને આજે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.

આ પણ જુઓઃ ભારતની લોકપ્રિય હસ્તીઓ જેમણે નથી કર્યા લગ્ન

કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અમદાવાદ જિલ્લા સહકારી બૅન્કના ચૅરમૅન અજય પટેલે માનહાનિની ફરિયાદ કરી હતી. આપને જણાવી દઈએ કે નોટબંધી દરમિયાન રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાએ એડીસી બૅન્ક પર ૭૪૫ કરોડ રૂપિયાના બ્લૅક મનીને વાઇટ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેને લઈને ગયા વર્ષે અરજીકર્તાઓએ માનહાનિનો કેસ કર્યો હતો.

માનહાનિના કેસના મામલે કોર્ટે એપ્રિલમાં સુનાવણી કરી હતી અને ત્યારે કોર્ટે રાહુલ ગાંધીને ૨૭ મેએ રજૂ થવાના આદેશ આપ્યા હતા, પરંતુ રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરીએ અપીલ કરતાં કોર્ટને કહ્યું કે રાહુલ ગાંધી ૨૭ મેના દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને શ્રદ્ધાંજલિ આપવા માટે શાંતિવન જશે. એટલા માટે તેમણે કોર્ટને વધારે સમય આપવા રજૂઆત કરી હતી, જેને કોર્ટે સ્વીકારતાં રાહુલ અને સુરજેવાલાને ૧૨ જુલાઈએ કોર્ટ સામે રજૂ થવા માટે આદેશ આપ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK