Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કૉન્ગ્રેસના સ્થાપના દિને જ રાહુલ ગાંધી વિદેશ ઉપડ્યા

કૉન્ગ્રેસના સ્થાપના દિને જ રાહુલ ગાંધી વિદેશ ઉપડ્યા

29 December, 2020 01:03 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉન્ગ્રેસના સ્થાપના દિને જ રાહુલ ગાંધી વિદેશ ઉપડ્યા

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કૉન્ગ્રેસનો ગઈ કાલે ૧૩૬મો સ્થાપના દિવસ હતો. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ગેરહાજરીમાં પાર્ટીના વરિષ્ઠ નેતા એ.કે. ઍન્ટનીએ ઝંડો લહેરાવ્યો. કાર્યક્રમમાં વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યાં. દર વખતે જ્યારે રાહુલ ગાંધી વેકેશન પર જાય અને હોબાળો ન થયો હોય એવું બને જ નહીં. દર વખતની જેમ આ વખતે પણ રાહુલ ગાંધીના રજા લેવાના સમય પર કઈક એવું ફિક્સ કરી લે છે કે વિવાદનો મધપૂડો છંછેડાય છે. કૉન્ગ્રેસ ગઈ કાલે તેનો સ્થાપના દિવસ ઊજવી રહી હતી, પરંતુ રાહુલ ગાંધી સાથે ન હતા. આ આકસ્મિક નથી. જો આપણે રાહુલ ગાંધીનાં છેલ્લાં ૧૦ વર્ષના વેકેશન પર નજર કરીએ તો એ સ્પષ્ટ દેખાય છે કે તેઓ વિદેશ જવા માટે આલોચનાની ચિંતા કરતા નથી.


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2020 01:03 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK