કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ભારતની જમીન ચીનને સોંપી દીધાનો આક્ષેપ કરતાં ભારત સરકારને પૂર્વીય લદાખમાંથી સીમાવર્તી દળો પાછાં ખેંચી લેવા બાબતે ચીન સાથે થયેલા કરાર પર પ્રશ્ન કર્યો હતો.
એક પત્રકાર-પરિષદને સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એમ જણાઈ રહ્યું છે કે ભારતીય લશ્કર હવે પૅન્ગૉન્ગ ત્સો લેક પર ફિંગર-૩ ખાતે તહેનાત રહેશે. ફિંગર-૪ આપણી સરહદમાં આવે છે અને અત્યાર સુધી આપણી ટુકડીઓ આ સ્થાને તહેનાત રહેતી હતી. આમ હવે આપણું લશ્કર ફિંગર-૪ પરથી ખસીને ફિંગર-૩ પર તહેનાત રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય પ્રદેશ ચીનને કેમ સોંપી દીધો? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ તેમણે અને સંરક્ષણ પ્રધાને આપવો જોઈશે.
ભારે મહેનતે કૈલાસ રેન્જ પર કબજો કરનારી આપણી ભારતીય ટુકડીઓને પાછળ હટવાનું કેમ કહેવાયું એવો પ્રશ્ન રાહુલ ગાંધીએ કર્યો હતો.. ચીની સૈનિકો ગોગરા હોટ સ્પ્રિંગ્સ વિસ્તારમાંથી પાછા કેમ નથી હટ્યા?
ભારતની સરહદ ફિંગર-૪ સુધી હતી એ વાત ખોટી
ભારતે એની જમીનનો કેટલોક ભાગ ચીનને સોંપી દીધો હોવાનો કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યા બાદ ભારત અને ચીનના લશ્કરની પીછેહઠ વિશે માધ્યમોમાં પ્રવર્તી રહેલી ખોટી માહિતી સામે વાંધો ઉઠાવ્યો હતો. સંરક્ષણ મંત્રાલયે યાદીમાં જણાવ્યું હતું કે લદાખમાંથી ભારતની જમીનનો કેટલોક ભાગ ચીનને આપી દેવાયો હોવાની વાત ખોટી છે.
આંકડાકીય વિગતો દર્શાવતાં મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતનો પ્રદેશ ભારતના નકશા દ્વારા વર્ણવ્યા મુજબ છે અને એમાં ૧૯૬૨થી ભારતે જેના પર ગેરકાયદે કબજો જમાવી દીધો છે એમાં ૪૩,૦૦૦ ચોરસ કિલોમીટર કરતાં વધુ પ્રદેશનો સમાવેશ છે. ભારતીય દૃષ્ટિકોણથી લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) ફિંગર-૮ પર છે, ફિંગર-૪ પર નહીં.
જયપુર:90 લાખનું પ્લૉટ ખરીદી,ડૉ.ના ઘરમાંથી 400 કિલો ચાંદી ચોરી,4ની ધરપકડ
3rd March, 2021 15:46 ISTબ્રિટેનમાં BBCના લાઇવ રેડિયો શૉમાં PM મોદીનાં માતા માટે વપરાયા અપશબ્દ
3rd March, 2021 14:55 ISTજનતા પોતાની સુવિધાપ્રમાણે 24X7 લઈ શકશે કોરોના વેક્સિન: ડૉ. હર્ષવર્ધન
3rd March, 2021 12:55 ISTકાનપુરમાં ભીષણ અકસ્માત ઓવરસ્પીડ ટ્રક પલટતાં ૨૨ શ્રમિકો દબાયા, ૬નાં મૃત્યુ
3rd March, 2021 11:44 IST