ફેસબુક પ્રકરણમાં ગુનો દાખલ કરતાં પહેલાં સિનિયરોનું માર્ગદર્શન લો : પાટીલ

Published: 2nd December, 2012 05:01 IST

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક, ટ્વિટર પર વિવાદાસ્પદ પ્રતિક્રિયા આપનારાઓ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરતાં પહેલાં સિનિયર પોલીસ-અધિકારી કે પોલીસ-કમિશનર જેવા સિનિયર પોલીસ-અધિકારીઓનું માર્ગદર્શન લેવું એવી સૂચના રાજ્યના ગૃહપ્રધાન આર. આર. પાટીલે આપી છે. પાટીલે કહ્યું હતું કે ‘ફેસબુક પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું છે.

પાલઘરમાં બન્ને યુવતીઓની કયા સંજોગોમાં ધરપકડ કરવામાં આવી હતી એનો જવાબ માગવામાં આવ્યો છે અને એનો જવાબ રાજ્ય સરકાર વહેલી તકે કોર્ટમાં રજૂ કરવાની છે.’

શિવસેનાપ્રમુખ બાળ ઠાકરેના અવસાન બાદ મુંબઈ સહિત રાજ્યભરમાં પાળવામાં આવેલા બંધ સામે પાલઘરની બે યુવતીઓએ ફેસુબક પર કરેલી ટિપ્પણી બદલ પાલઘર પોલીસે તેમની ધરપકડ કરી હતી. આને લગતો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે અને એના પર શુક્રવારે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK