આ છે વર્લ્ડનો સૌથી મોટો ખજાનો?
ADVERTISEMENT
લંડનમાં આવેલી બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડના દાયકાઓ જૂના બિલ્ડિંગના સીક્રેટ વૉલ્ટ્સમાં ૪૬૦૦ ટન સોનું રાખવામાં આવેલું છે. આ સીક્રેટ વૉલ્ટ્સની તસવીરો પહેલી જ વખત બહાર આવી છે. અહીં રાખવામાં આવેલા સોનાની માર્કેટવૅલ્યુ ૧૯૭ અબજ પાઉન્ડ (આશરે ૧૭,૩૨૦ અબજ રૂપિયા) આંકવામાં આવે છે. બ્રિટનની યુનિવર્સિટી ઑફ નૉટિંગહૅમના માર્ટિન પોલીઅકૉફ નામના પ્રોફેસરને આ સીક્રેટ વૉલ્ટ્સ પર ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાની પરમિશન આપવામાં આવી છે અને તેમના થકી જ કુબેરના ભંડાર જેવા આ ખજાનાની તસવીરો બહાર આવી છે. રસપ્રદ વાત એ છે કે પ્રોફેસર પોલીઅકૉફને આ સીક્રેટ વૉલ્ટ્સ પર ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાની પરવાનગી તો આપવામાં આવી છે, પણ આ વૉલ્ટ્સ એક્ઝૅટલી ક્યાં છે એ જાહેર કરવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે.
બૅન્કના સીક્રેટ વૉલ્ટ્સમાં કોઈ સુપરમાર્કેટમાં બિસ્કિટ કે ચૉકલેટ્સનાં પૅકેટ્સ રાખવામાં આવ્યાં હોય એમ ગોલ્ડ બારની થપ્પીઓ સચવાયેલી છે. આ જગ્યાની મુલાકાત લીધા બાદ પ્રોફેસરે કહ્યું હતું કે મેં મારી લાઇફમાં ક્યારેય આટલા વિશાળ પ્રમાણમાં સોનું જોયું નથી. બ્રિટનની જુદી-જુદી બૅન્કો તેમના ગ્રાહકો દ્વારા ડિપોઝિટ કરાયેલું સોનું આ સીક્રેટ વૉલ્ટમાં રાખતી હોય છે. દરેક ગોલ્ડ બાર એક ચોક્કસ નંબર છે જેના દ્વારા બૅન્ક અને ગ્રાહકની ઓળખ કરી શકાય છે.