પર્સ ચોરનાર ગુજરાતી યુવતીનાં લગ્ન આગળ ધકેલાયાં

Published: 28th August, 2012 04:48 IST

મોજ-મસ્તી કરવા પોતાની જ ફ્રેન્ડનું પર્સ ચોરીને એમાંના ૯૦૦૦ રૂપિયા સહિત તેનું ડેબિટ કાર્ડ વાપરવાના ગુના હેઠળ પકડાયેલી કૉલ સેન્ટરમાં કામ કરતી બાવીસ વર્ષની ગુજરાતી યુવતી સાયલી (નામ બદલ્યું છે)ને ગઈ કાલે બોરીવલીની કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેને જેલ-કસ્ટડી આપવામાં આવી હતી.

જોકે એક મહિના પહેલાં જ આ યુવતીના એન્ગેજમેન્ટ થયા હતા. તેને જેલ-કસ્ટડી મળવાથી હવે તેનાં લગ્ન આગળ ધકેલવામાં આવ્યાં છે. યુવતીની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી કોર્ટનો ખર્ચ પણ આ યુવતીનો બૉયફ્રેન્ડ એટલે કે તેનો થનારો પતિ જ ઉપાડી રહ્યો છે.

 

બોરીવલી પોલીસ-સ્ટેશનના એક પોલીસ-ઑફિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાયલીનાં હાલમાં મૅરેજ નક્કી થયાં હતાં, પણ તે પર્સચોરીના કેસમાં પકડાઈ જતાં તેનાં લગ્ન આગળ ધકેલવામાં આવ્યાં છે. બન્ને પરિવારોના ઘરે સાયલીએ પર્સ ચોર્યું હોવાની જાણ થઈ છે, પણ તેઓ સાયલી અને તેના થનારા પતિ રોહન (નામ બદલ્યું છે)નાં લગ્નમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન લાવવા નથી ઇચ્છતા.’

રોહનના પરિવારજનોએ કહ્યું હતું કે ‘સાયલીએ પહેલી વાર ભૂલ કરી છે એટલે અમે તેને માફ કરી દીધી છે. હવે સાયલી જેલમાંથી છૂટશે એ પછી લગ્ન લેવામાં આવશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK