પંજાબની આઠ નગરપાલિકા અને ૧૦૯ મ્યુનિસિપલ કાઉન્સિલના ૨૩૦૨ વૉર્ડ્સમાં ગઈ ૧૪ ફેબ્રુઆરીએ યોજાયેલા મતદાનનાં પરિણામો ગઈ કાલે પ્રાપ્ત થયાં હતાં. એમાં સાત નગરપાલિકામાં કૉન્ગ્રેસની જીત સાથે બીજેપી, આમ આદમી પાર્ટી અને શિરોમણિ અકાલી દળનો રકાસ થયો હતો. બીજેપીને નવા કૃષિ કાયદા સામેના ખેડૂત આંદોલનનો ફટકો સહન કરવો પડ્યો હતો. કૉન્ગ્રેસે અબોહર, ભટિન્ડા, કપૂરથલા, હોશિયારપુર, પઠાનકોટ, અને બાટલા નગરપાલિકામાં વિજય પ્રાપ્ત કર્યો છે. મોગામાં તે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી છે. સાત નગરપાલિકાની ચૂંટણીમાં વિવિધ પક્ષોના ૯૨૨૨ ઉમેદવારો હતા. ૧૪ ફેબ્રુઆરીએ સુધરાઈઓની ચૂંટણીમાં એકંદરે ૭૦ ટકા મતદાન નોંધાયું હતું.
મોહાલી (સાહિબઝાદા અજિતસિંહ નગર) નગરપાલિકાની ચૂંટણીનાં બે બૂથ વિશે ફરિયાદો મળતાં ચૂંટણી પંચે એ બન્ને બૂથમાં ૧૭મીએ ફરી મતદાન યોજવાનો આદેશ આપ્યો હતો. મોહાલી નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી આજે યોજાનાર હોવાથી મોહાલી નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ પ્રાપ્ત થશે. એ ઉપરાંત પટિયાલા જિલ્લાની પતરન અને સમાના નગરપાલિકાના ક્ષેત્રમાં ત્રણ મતદાન મથકોમાં ઇલેક્ટ્રૉનિક મતદાન યંત્ર બગડી ગયાની ફરિયાદને પગલે ત્યાં પણ મંગળવારે ફરી મતદાન યોજાયું હતું.
મહારાષ્ટ્ર સહિત છ રાજ્યોમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું
28th February, 2021 11:30 ISTમહારાષ્ટ્ર બાદ પંજાબમાં પણ વધી રહ્યા છે કોરોનાના ઍક્ટિવ કેસ
21st February, 2021 11:22 ISTભાજપના રાષ્ટ્રીય અધિકારીઓની આજે મોટી બેઠક, PM મોદી કરશે સંબોધિત
21st February, 2021 09:05 ISTપંજાબે ૧૪ કરોડમાં ખરીદેલો ઑસ્ટ્રેલિયન પેસ બોલર જાય રિચર્ડસન કહે છે...
20th February, 2021 14:53 IST