નવા કૃષિ કાયદાઓ સામે સુપ્રીમમાં જશે પંજાબ સરકાર : કેપ્ટન અમરિન્દર

Published: 29th September, 2020 12:35 IST | Agency | Punjab

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘે સોમવારે જણાવ્યું હતું કે, નવા કૃષિ કાયદાઓની સમસ્યા મામલે સુપ્રીમ અદાલતનું શરણ લેશે.

કેપ્ટન અમરિન્દર
કેપ્ટન અમરિન્દર

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘે સોમવારે જણાવ્યું હતું કે, નવા કૃષિ કાયદાઓની સમસ્યા મામલે સુપ્રીમ અદાલતનું શરણ લેશે. સાથે જ તેમણે ભાજપના નેતૃત્ત્વ હેઠળની કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતાં તેના પર રાજ્યોના હક્કો આંચકી લેવાનો આરોપ મૂક્યો હતો.

“શું તે (કેન્દ્ર) રાજ્યો પાસે કોઇ સત્તા રહેવા દેશે ખરી?” તેવો તેમણે સવાલ કર્યો હતો.

મુખ્યમંત્રી અમરિન્દર સિંઘ, એઆઇસીસીના જનરલ સેક્રેટરી અને પંજાબના ઇનચાર્જ હરિશ રાવત, પંજાબ કોંગ્રેસના પ્રમુખ સુનિલ જાખર સહિતના નેતાઓએ સોમવારે ખાટકર કાલાન ગામ ખાતે શહીદ ભગત સિંઘને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

તેમણે નવા કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ધરણાં કર્યાં હતાં અને ઉપસ્થિત લોકોને સંબોધતાં કેન્દ્ર સરકાર પર કૃષિ કાયદાઓ લાવવાનો આક્ષેપ કર્યો હતો અને આ કાયદાઓ ખેડૂત સમુદાયને બરબાદ કરી નાંખશે, તેમ જણાવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK