મહારાષ્ટ્રના પૂણેમાં ગુરૂવારે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયામાં ભીષણ આગ લાગી ગઈ છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી આગનું કારણ જાણવા મળ્યું નથી. ફાયર બ્રિગેડના દસ વાહનો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાના ગેટ નંબર એક પર આગ લાગી ગઈ છે. આગનો પ્રકોપ સતત વધતો જઈ રહ્યો છે. આગ બિલ્ડિંગના બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા માળે પહોંચી ગઈ છે. આગને કારણે થયેલા નુકસાન અંગેની માહિતી હજુ સુધી મળી નથી. આગને કારણે ચારે બાજુ ધુમાડો છવાયો છે. હજી સુધી કોઈ જાન-માલના નુકસાનની જાણ થઈ નથી. સીરમ ઈન્સ્ટિટ્યૂટે જ કોરોના વેક્સિન કોવિશીલ્ડની રચના કરી છે. કરોડોના ખર્ચે ટૂંક સમયમાં આ બિલ્ડિંગ બનાવવામાં આવી હતી. નોંધનીય છે કે આ પહેલા પણ મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ આગના કારણે જાન-માલનું નુકસાન થયું છે.સુત્રોના જણાવ્યા અનુસાર આગની ઘટના સીરમ સંસ્થાના મંજરી પ્લાન્ટમાં બની હતી. વેક્સિન અને વેક્સિન ઉત્પાદક પ્લાન્ટ સુરક્ષિત છે. તે વેક્સિનના ઉત્પાદન પર અસર કરશે નહીં.
જે સાઈટમાં આગ લાગી, તે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા, પૂણેમાં એક અન્ડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ છે. વેક્સિન અને વેક્સિન ઉત્પાદક પ્લાન્ટ સુરક્ષિત છે. આ બિલ્ડિંગ કરોડોના ખર્ચે બનાવવામાં આવી રહી છે. આ પહેલા મુંબઈના સાકી નાકા વિસ્તારમાં મંગળવારે દુકાનમાં લાગેલી આગમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. મંગળવારે સવારે 10.35 વાગ્યે સાકી નાકા વિસ્તારમાં આવેલી એક દુકાનમાં વિસ્ફોટ થયો હતો, તેના બાદ તે દુકાનમાં ભયંકર આગ લાગી ગઈ હતી. આ દુકાનમાં ગેસ સિલિન્ડર અને કાપણીના કામ માટે ઉપયોગમાં લેવામાં આવતી વિવિધ સ્ક્રેપ વસ્તુઓ રાખવામાં આવી હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ક્રૂએ તેને લેવલ 2 ફાયર ગણાવી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચી છે, જેને સારવાર માટે રાજવાડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આગ પર કાબૂ મેળવવા માટે 10 ફાયર બ્રિગેડની ગાડી અને પાણીના ટેન્કર ઘટનાસ્થળ પર હાજર રહ્યા હતા.
નોંધપાત્ર વાત એ છે કે 17 નવેમ્બર 2020ના રોજ મુંબઈના સાકી નાકા વિસ્તારમાં સવારે 90 ફિટ રોડ પર અચાનક આગ લાગવાથી ખળભળાટ મચી ગયો હતો. આ આગ ત્રણ નંબર ખાડી પાસે સ્થિત સાકીનાકાની ઝૂંપડપટ્ટીમાં મળી આવી હતી. ઝૂંપડપટ્ટીની આગથી ગરીબ મજૂરો અને અન્ય કામદારો પ્રભાવિત થયા હતા. આગની જાણ થતાં જ ફાયરના વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા, આગ સમયસર કાબૂમાં આવી ગઈ હતી, નહીં તો આગને કારણે જાન-માલને નુકસાન પહોંચ્યું હોત. હકીકતમાં આ વિસ્તાર ખૂબ જ સાંકડી શૅરીવાળો હતો, જ્યાં ગીચ વસ્તીવાળા લોકો રહે છે. આગને કાબૂમાં લેવામાં વિલંબ થતા મુશ્કેલીઓમાં વધારો થઈ શકતો હતો.
Deshraj: જાણો કેમ સોશિયલ મીડિયા પર ફૅમસ થઈ રહ્યા છે આ 74 વર્ષના આ ઑટો-ચાલક
27th February, 2021 12:39 ISTમહારાષ્ટ્ર બૉર્ડે 10 અને 12માં ધોરણની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કર્યુ
27th February, 2021 10:20 ISTCoronavirus Update: મહારાષ્ટ્રના એક હૉસ્ટેલમાં 229 વિદ્યાર્થીઓને કોરોના
25th February, 2021 14:36 ISTરિક્ષા-ટૅક્સીનો ભાડાવધારો 6 મહિના પાછો ઠેલવાની ડિમાન્ડ
25th February, 2021 09:05 IST