Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પુણેમાં યુવકે લિવ-ઇન પાર્ટનરની હત્યા કરીને પોલીસ સમક્ષ સમર્પણ કર્યું

પુણેમાં યુવકે લિવ-ઇન પાર્ટનરની હત્યા કરીને પોલીસ સમક્ષ સમર્પણ કર્યું

17 August, 2020 08:12 AM IST | Pune
Agencies

પુણેમાં યુવકે લિવ-ઇન પાર્ટનરની હત્યા કરીને પોલીસ સમક્ષ સમર્પણ કર્યું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પુણે જિલ્લામાં એક વ્યક્તિએ તેની સગર્ભા લિવ-ઇન પાર્ટનરની હત્યા કર્યા બાદ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું. આ ઘટના શુક્રવારે સાંજે રાંઝણગાવ એમઆઇડીસી પોલીસ-સ્ટેશનની હદમાં કારેગાવ ગામમાં બની હતી. ઘટના બાદ તેણે પોલીસ-સ્ટેશન જઈને પોતાની ૨૪ વર્ષની લિવ-ઇન પાર્ટનરની ગળાફાંસો આપીને હત્યા કરવાના ગુનાની લેખિત કબૂલાત કરી લીધી હતી, જેમાં તેણે પોતે ડિપ્રેશનમાં હોવાની કબૂલાત કરીને સજા આપવાની માગણી કરી હતી.

પોલીસ-સ્ટેશનમાં તેણે પોતાની લિવ-ઇન પાર્ટનર સાથે જ્યાં રહેતો હતો એ ઘરની ચાવી પોલીસને સોંપી દીધી હતી એમ જણાવતાં પોલીસે વધુમાં ઉમેર્યું હતું કે ઘરે પહોંચ્યા બાદ દરવાજો ખોલતાં જ અમે મહિલાને જમીન પર મૃતઃપ્રાય અવસ્થામાં જોઈ હતી.



કેસની તપાસ કરી રહેલાં સબ-ઇન્સ્પેક્ટર શુભાંગી કુટેએ કહ્યું હતું કે આરોપી અને મરનાર મહિલા બન્ને છેલ્લા ચાર-પાંચ મહિનાથી સંબંધમાં હતાં અને એ જ સમયગાળામાં મહિલા ગર્ભવતી બની હતી.


ગર્ભપાત કરાવવા માટે બન્ને પાસે પૈસા ન હોવાથી તેમની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. શુક્રવારે બન્ને વચ્ચે કોઈક વાતે ઝઘડો થયો હતો એ દરમ્યાન ઉશ્કેરાઈને આરોપીએ મહિલાનું ગળું દાબીને હત્યા કરી હતી. ત્યાર બાદ દરવાજો બહારથી બંધ કરીને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું.

આરોપી વિરુદ્ધ આઇપીસીની કલમ ૩૦૨ હેઠળ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હોવાનું ઇન્સ્પેક્ટર શુભાંગી કુટેએ જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2020 08:12 AM IST | Pune | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK