અલ્કોનના રહેવાસીઓએ 5 મહિના પહેલાં જ બહારની તરફ ઝૂકતી હોવાનું જણાવ્યું હતું

Published: Jul 01, 2019, 11:28 IST | પૂણે

શનિવારે વહેલી સવારે પુણેના કોંઢવા વિસ્તારમાં એક બિલ્ડિંગની કમ્પાઉન્ડ વૉલ ધસી પડી, જેના હેઠળ દબાઈને ૧૫ મજૂરોનાં મોત નીપજ્યાં હતાં.

શનિવારે વહેલી સવારે પુણેના કોંઢવા વિસ્તારમાં એક બિલ્ડિંગની કમ્પાઉન્ડ વૉલ ધસી પડી, જેના હેઠળ દબાઈને ૧૫ મજૂરોનાં મોત નીપજ્યાં હતાં. આ અંગે સંબંધિત અલ્કોન સોસાયટીના રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમણે પાંચ મહિના પહેલાં જ હાઉસિંગ સોસાયટીના ડેવલપરને એક બિલ્ડિંગની કમ્પાઉન્ડ વૉલની સ્થિતિ વિશે સૂચના આપી હતી પરંતુ ડેવલપરે કોઈ પગલાં લીધાં નહોતાં.

હાઉસિંગ સોસાયટીના એક રહેવાસીએ જણાવ્યું હતું કે ‘૧૬ ફેબ્રુઆરીએ અમે બિલ્ડિંગના બાકી રહેલાં કામ વિશે ચર્ચા કરવા અલ્કોન લેન્ડમાર્ક્સના એક પાર્ટનર વિવેક અગરવાલ સાથે મિટિંગ કરી હતી. આ મિટિંગમાં અમે દીવાલ બહારની તરફ ઝૂકતી હોવાનું જણાવવા ઉપરાંત બાંધકામ નબળું હોવાની ફરિયાદ પણ કરી હતી. જોકે અલ્કોન લેન્ડમાર્ક્સના ડિરેક્ટર જગદીશ અગરવાલે સૂચિત દીવાલ સુરક્ષિત હોવાનું જણાવી કાંઈ થશે તો તેઓ સંભાળી લેશે એવી બાંયધરી આપી હતી.’

આ પણ વાંચોઃ વાહ મુંબઈથી આહ મુંબઈ..જુઓ વરસાદે કેવી રીતે વધારી મુંબઈકરાઓની મુશ્કેલી

અન્ય એક રહેવાસીએ જણાવ્યું હતું કે ‘તેમણે બિલ્ડર સાથે ઈ-મેઇલ પર થયેલી વાતચીત પુણે મહાનગરપાલિકાને મોકલી આપી છે, એમ મનાય છે કે કંચન રોયલ એક્ઝોટિકા પ્રોજેક્ટ માટે કરવામાં આવી રહેલા ખોદકામને કારણે અલ્કોન લેન્ડમાર્ક્સની દીવાલનો પાયો નબળો પડ્યો હતો.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK