બૅન્ક-કર્મચારીઓની આવતી કાલે દેશવ્યાપી હડતાળ

Published: 19th December, 2012 05:38 IST

બૅન્કિંગ કાયદામાં સુધારા માટેના પ્રસ્તાવિત બિલનો વિરોધ કરવા માટે દેશભરના સાત લાખ બૅન્ક-કર્મચારીઓ ગુરુવાર, ૨૦ ડિસેમ્બરના દેશવ્યાપી હડતાળ પાડશે.

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, આઇડીબીઆઇ સહિત ૨૭ નૅશનલાઇઝ્ડ બૅન્ક; ૧૨ પ્રાઇવેટ, ૮ વિદેશી બૅન્કોના અધિકારીઓ તથા કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે. ઑલ ઇન્ડિયા બૅન્ક ઍમ્પ્લૉઇઝ અસોસિએશન, બૅન્ક ઍમ્પ્લૉઇઝ ફેડરેશન ઑફ ઇન્ડિયા તથા અધિકારીઓના ઑલ ઇન્ડિયા બૅન્ક ઑફિસર્સ અસોસિએશન જેવાં સંગઠનોએ આ બિલના વિરોધમાં હડતાળનું એલાન આપ્યું છે. 

આઇડીબીઆઇ = ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બૅન્ક ઑફ ઇન્ડિયા

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK