Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > લંડનમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કરશે પ્રદર્શનકારી- જાણો કેમ

લંડનમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કરશે પ્રદર્શનકારી- જાણો કેમ

01 June, 2019 05:14 PM IST | લંડન

લંડનમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કરશે પ્રદર્શનકારી- જાણો કેમ

લંડન

લંડન


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે લંડનના બકિંગહમ પેલેસમાં આયોજિત શાહી ભોજનમાં હિસ્સો લેવા જઈ રહ્યા છે. આ દરમિયાન કેટલીક સંસ્થાઓના વિરોધ પ્રદર્શનની સૂચનાઓ છે. ધ વૂમેન્સ પીસ કાઉન્સિલ ધ પીપલ્સ બેન્કવેટ નામની સંસ્થાના તરફથી વિરોખ સ્વરૂપ એક રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંસ્થાને એવું લાગે છે કે લંડન આવી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ આ રેડ કાર્પેટ ટ્રીટમેન્ટના હકદાર નથી. આ વાતને લઈને તેઓ વિરોધની તૈયારીઓ કરી રહ્યા છે.

london_flag_01



શેડો વિદેશ સચિવ એમિલી થૉર્નબેરીએ ઘોષણા કરી કે તેઓ મુખ્ય રેલીમાં ભાગ લેશે અને પોતાના સમર્થકોથી પણ આ રેલીમાં સામેલ થવા કહેશે. #StopTrumpના નારાનો ઉપયોગ કરતા એમણે કહ્યું કે તેઓ વિરોધ સ્વરૂપ માર્ચ કરી રહી છે કારણકે અમેરિકાના રાષ્ટ્રપતિ આ બધા મૂલ્યોને નષ્ટ કરી રહ્યા છે જેમણે હંમેશા બ્રિટન અને અમેરિકાને એકત્ર કર્યા છે.


ડૉન બટલર સાંસદ, લબૌરની પ્રવક્તાએ કાર્યકર્તાઓને એક રેલી કૉલ જાહેર કરતા કહ્યું કે જે લોકો બપોરના ભોજન માટે નીકળે તેઓ ટ્રમ્પના વિરૂદ્ધ આ રીતથી પ્રદર્શનમાં હિસ્સો લે. એમણે અપીલ કરી કે તેઓ બધા નફરત વિરૂદ્ધ ઉભા થઈ જાય, ત્યાર બાદ એમા સફળતા મળશે.

2018ના ટ્રમ્પ વિરોધના નેતૃત્વ લેબર નેતા જેરેમી કૉર્બિને કર્યું હતું, પાર્ટી કાલ રાત સુધી જ હતુ કે શું તેઓ મંગળવારની રેલીમાં ભાગ લેવાની યોજના બનાવી રહ્યા છે. શ્રી કૉર્બિન પહેલાથી જ બકિંગહમ પેલેસમાં શાહી ભોજન માટે રાણીના નિમંત્રણને ઠુકરાવી ચૂક્યા છે.


આ પણ વાંચો : અમેરિકાના સામાન પર ચીને વધાર્યો ટેરિફ, હુવેઈ પર પ્રતિબંધનો લીધો બદલો

છેલ્લા વર્ષના યાત્રા દરમિયાન ટ્રમ્પે લંડનમાં ફક્ત થોડા કલાક સમય વિતાવ્યા હતા અને મોટાભાગના પ્રદર્શકોથી બચતા હતા. લગભગ 18 મિલિયન પાઉન્ડના ખર્ચથી થનારી સુરક્ષા અભિયાનમાં દેશભરમાં 20 અલગ-અલગ આયોજનોમાં 20,000થી વધારે પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

01 June, 2019 05:14 PM IST | લંડન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK