પ્રોસ્ટિટ્યુશનને લીગલ બનાવવાની રાષ્ટ્રીય મહિલા પંચની દરખાસ્ત

Published: 31st October, 2014 05:41 IST

રાષ્ટ્રીય મહિલા પંચનાં અધ્યક્ષ લલિતા કુમારમંગલમે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘દેશમાં પ્રોસ્ટિટ્યુશનને કાયદેસરતા બક્ષવા બાબતની એક દરખાસ્ત સુપ્રીમ ર્કોટે રચેલી સમિતિ સમક્ષ આઠમી નવેમ્બરે રજૂ કરવામાં આવશે. આ મુદ્દે રાષ્ટ્રીય જનમત બાબતે  પ્રસ્તુત કામગીરી હાથ ધરવામાં આવશે.’સેક્સ-વર્કર્સના પુનર્વસન બાબતે જાહેર હિતની એક અરજી દાખલ કરવામાં આવી એ પછી ૨૦૧૦માં સુપ્રીમ ર્કોટે ઉપરોક્ત સમિતિની રચના કરી હતી. આ સમિતિની બેઠકમાં સામેલ થવાનો આદેશ અદાલતે રાષ્ટ્રીય મહિલા પંચને ૨૦૧૧ની ૨૪ ઑગસ્ટે આપ્યો હતો.

જોકે સેક્સ-વર્કર્સના અધિકારો માટે કામ કરતા કર્મશીલોએ રાષ્ટ્રીય મહિલા પંચની ઉપરોક્ત દરખાસ્ત સામે નારાજગી વ્યક્ત કરી હતી. સેન્ટર ફૉર સોશ્યલ રિસર્ચનાં ડિરેક્ટર રંજનાકુમારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘પ્રોસ્ટિટ્યુશનને લીગલ બનાવવાની દરખાસ્ત આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની સન્માનજનક કાર્યની વ્યાખ્યાની વિરુદ્ધ છે, કારણ કે શ્રમ સંગઠન પ્રોસ્ટિટ્યુશનને દેહનો વેપાર ગણે છે. દેહના વ્યાપારને ગુનો ગણવાને બદલે આપણે સેક્સ-વર્કર્સનું શોષણ કરતા લોકોના હાથમાં તાકાત આપી રહ્યા છીએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK