સાઉથ મુંબઈના નરીમાન પૉઇન્ટ તથા ચર્ચગેટ વિસ્તારમાં પ્રૉપર્ટી-ટૅક્સની બાકી રકમ ૪૩૦૧ કરોડ રૂપિયા છે. ત્યાર બાદ વેસ્ટર્ન સબબ્ર્સમાં ૨૬૬૯ કરોડ રૂપિયા અને ઈસ્ટર્ન સબબ્ર્સમાં ૧૦૪૪ કરોડ રૂપિયા પ્રૉપર્ટી-ટૅકસ બાકી બોલે છે. આ આંકડો આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) ઍક્ટ હેઠળ ઍક્ટિવિસ્ટ મિલિંદ મૂળે દ્વારા માગવામાં આવતાં આપવામાં આવ્યો હતો.
સુધરાઈના અધિકારીઓના જણાવ્યા અનુસાર મોટા ભાગના કેસોમાં પ્રૉપર્ટીના માલિકો દ્વારા ટૅક્સ બાબતે વાંધો ઉઠાવવામાં આવતાં આ વિશેની કાનૂની લડત ચાલુ છે એટલે પણ છેલ્લાં નવ વર્ષથી પ્રૉપર્ટી-ટૅક્સ ઉઘરાવવાનો બાકી છે. વેસ્ટર્ન તથા ઈસ્ટર્ન સબબ્ર્સ કરતાં સાઉથ મુંબઈમાં પ્રૉપર્ટી-ટૅક્સના ડિફૉલ્ટરની સંખ્યા વધારે છે. વળી સાઉથ મુંબઈમાં ચાલ સિસ્ટમ તથા જૂનાં બિલ્ડિંગોને કારણે પ્રૉપર્ટી-ટૅક્સ પણ ઓછો છે, જ્યારે એની સરખામણીમાં છેલ્લાં પાંચ વર્ષમાં નવાં બિલ્ડિંગોને કારણે વેસ્ટર્ન સબબ્ર્સમાં પ્રૉપર્ટી-ટૅક્સની રકમમાં પણ સારોએવો વધારો થયો છે. સૌથી વધુ ડિફૉલ્ટરો ૨૪૩૬ કરોડ રૂપિયા ‘એ’ વૉર્ડમાં છે. ત્યાર બાદ કે-ઈસ્ટ વૉર્ડનો ૬૦૬ કરોડ રૂપિયા તથા સાઉથ વૉર્ડનો ૫૮૨ કરોડ રૂપિયાનો પ્રૉપર્ટી-ટૅક્સ વસૂલ કરવાનો બાકી છે. સુધરાઈના અધિકારીઓના મતે જો પ્રૉપર્ટી-ટૅક્સ રેટેબલની જગ્યાએ કૅપિટલ વૅલ્યુ આધારિત થાય તો સમસ્યાનો ઉકેલ આવી શકે એમ છે, પરંતુ ચૂંટણીઓ જોતાં કોઈ પણ રાજકીય પક્ષ આમાં ઉત્સાહ બતાવતો નથી.
તાપસી અને અનુરાગ પર પડેલી IT-રેઇડમાં અત્યાર સુધી કરોડોની અનિયમિતતા મળી આવી
5th March, 2021 08:33 ISTતાપસી, અનુરાગ કશ્યપ અને વિકાસ બહલને ત્યાં પડી ઇન્કમ-ટૅક્સની રેઇડ
4th March, 2021 08:41 ISTજીએસટીનું રિટર્ન ભરવાની મુદત ૩૧ માર્ચ સુધી લંબાવાઈ
1st March, 2021 10:02 ISTજીએસટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ન લંબાવાઈ
28th February, 2021 10:38 IST