પ્રૉપર્ટીના ભાવોમાં ૨૦ ટકા ઘટાડો થવાની સંભાવના

Published: 26th November, 2014 03:14 IST

સ્ટૉકમાં વધારો થતાં અને ઘર ખરીદનારાઓ દ્વારા ડિમાન્ડમાં ઘટાડો થતાં મુંબઈ મેટ્રોપૉલિટન વિસ્તારમાં પ્રૉપર્ટીના દરોમાં આગામી કેટલાક મહિનાઓમાં ૨૦ ટકા ઘટાડો થવાની સંભાવના છે એમ એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે.


આ સર્વેક્ષણ મુજબ આગામી ત્રણ વર્ષર્માં મુંબઈ મેટ્રોપૉલિટન વિસ્તારમાં ઘરોની માગમાં વાર્ષિક ૧.૨૦ લાખથી ૧.૨૫ લાખ ઘરોનો વધારો થશે, જ્યારે આવતા કેટલાક મહિનાઓમાં પ્રૉપર્ટીના દરોમાં ૨૦ ટકા ઘટાડો થશે, કારણ કે સ્ટૉક વધુ છે. સર્વેક્ષણ મુજબ નવાં ગ્રોથ સેન્ટરોમાં ચેમ્બુર, ઘાટકોપર, નવી મુંબઈ અને અંધેરીનો સમાવેશ છે, કારણ કે આ વિસ્તારોમાં ઘણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો ચાલી રહ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK