વારાણસીમાં હવે ખરાખરીના જંગનું લગભગ ફાઈનલ....

Updated: Apr 14, 2019, 09:03 IST | વારાણસી

વારાણસીમાં હવે ખરાખરીના જંગનું લગભગ ફાઇનલ...

પ્રિયંકા ગાંધી અને નરેન્દ્ર મોદી
પ્રિયંકા ગાંધી અને નરેન્દ્ર મોદી

લોકસભાની ચૂંટણીનો ગરમાવો દેશભરમાં બરાબરનો જામ્યો છે, તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી ચૂંટણી લડવાના છે તે વારાણસી બેઠકને લઈને હજી પણ સસ્પેન્સ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોણ ચૂંટણી મેદાને પડશે તેને લઈને દેશભરના લોકોની નજર છે. પરંતુ હવે આ સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. કોંગ્રેસ તરફથી પાર્ટી મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધી વારાણસી બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ચૂંટણી લડી શકે છે. કૉંગ્રેસનાં ઉત્તર પ્રદેશ (પૂર્વ)નો અખત્યાર ધરાવતાં મહાસચિવ પ્રિયંકા ગાંધી જો ખરેખર વારાણસીની બેઠક પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિVદ્ધ લોકસભાની ચૂંટણી લડે તો જોરદાર મુકાબલો થવાની શક્યતા રાજકીય નિરીક્ષકો દર્શાવે છે. પ્રિયંકા ગાંધીએ વારાણસીની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવી હતી અને એ બાબતે તેઓ ગંભીરતાથી વિચારતાં હોવાનું જાણવા મળ્યું હતું. ગાંધી પરિવારના સભ્ય જો ખરેખર એ બેઠક પરથી ચૂંટણી લડે તો ઉત્તર પ્રદેશના કૉંગ્રેસી કાર્યકરોમાં જબ્બર ઉત્સાહનો સંચાર થવાની શક્યતા છે. જોકે એ બાબતનો આખરી નિર્ણય કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની માતા સોનિયા ગાંધીએ લેવાનો લેશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વખત ૨૦૧૪માં વારાણસીની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડ્યા ત્યારે ૩.૭૦ લાખ મતોની જંગી સરસાઈથી જીત્યા હતા. એ વખતમાં બે લાખ મતો સાથે અરવિંદ કેજરીવાલ બીજા ક્રમે આવ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવાર અજય રાયને ૭૫,૦૦૦ જેટલા વોટ મળ્યા હતા. વિરોધ પક્ષોના સહિયારા ઉમેદવારને પણ મોદીની જીતવાની શક્યતા સામે ગંભીર પડકાર ઊભો કરવાની મુશ્કેલી પડે એવી સ્થિતિ વારાણસીમાં છે.

આ પણ વાંચો : ડીલ બાદ અનિલ અંબાણીની કંપનીનો 1100 કરોડનો ટૅક્સ-માફ

એકંદરે ૨૦૦૪ની ચૂંટણીનો અપવાદ બાદ કરતાં BJP એ ૧૯૯૧થી અત્યાર સુધી વારાણસીની બેઠક પર સરળતાથી જીત મેળવી છે. જોકે કૉંગ્રેસે રાહુલ ગાંધીની ઉમેદવારી ઉત્તર પ્રદેશના અમેઠી ઉપરાંત કેરળના વાયનાડથી પણ જાહેર કરીને રાજકીય પંડિતો-નિષ્ણાતોને આર્યમાં મૂકી દીધા છે. બરાબર લોકસભાની ચૂંટણી પૂર્વે પ્રિયંકા ગાંધીના સક્રિય રાજકારણમાં પ્રવેશથી પણ સૌને આર્ય થયું છે. એવા આર્યોની પરંપરામાં હવે વારાણસીમાં પ્રિયંકા ગાંધી અને નરેન્દ્ર મોદીની લડત પણ નકારી શકાય એમ નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK