લખનઉ રોડ શૉ LIVE: પ્રિયંકા ગાંધીના રોડ શોમાં જબરજસ્ત ભીડ, રાહુલના હાથમાં દેખાયું રાફેલ

લખનઉ | Feb 11, 2019, 13:59 IST

સ્વાગતમ્ લખેલી બસની છત પર પ્રિયંકા ગાંધી ભાઈ રાહુલ ગાંધીની સાથે રોડ શો કરી રહ્યા છે. લખનઉના રોડ પર જનસૈલાબ જોવા મળી રહ્યો છે.

લખનઉ રોડ શૉ LIVE: પ્રિયંકા ગાંધીના રોડ શોમાં જબરજસ્ત ભીડ, રાહુલના હાથમાં દેખાયું રાફેલ
રાહુલના હાથમાં દેખાયું રાફેલનું કટઆઉટ

પ્રિયંકા ગાંધી કોંગ્રેસ મહાસચિવનું પદ સંભાળ્યા બાદ આજે યુપીની મુલાકાતે છે. ઉત્તર પ્રદેશના લખનઉમાં પ્રિયંકા ગાંધી રોડ શો કરી રહ્યા છે. સ્વાગતમ્ લખેલી બસની છત પર પ્રિયંકા ગાંધી ભાઈ રાહુલ ગાંધીની સાથે રોડ શો કરી રહ્યા છે. લખનઉના રોડ પર જનસૈલાબ જોવા મળી રહ્યો છે.

priyanka gandhi road show

બસની છત પર પ્રિયંકા ગાંધી-રાહુલ ગાંધી

આ રોડ શો ઉત્તરપ્રદેશના શહીદ પથ ત્રણ રસ્તાથી અવધ ક્રોસ રોડ, આલમબાગ, નત્થા હોટેલ, હુસૈનગંજ ચાર રસ્તા, બર્લિંગટન ચાર રસ્તા, લાલ બાગ તિરાહા, હઝરત ગંજ ચાર રસ્તાથી રાજભવન થઈને કોંગ્રેસ કાર્યાલય પહોંચશે.

લગભગ 15 કિલોમીટર લાંબો આ રોડ શો 4 કિલોમીટર ચાલશે. રોડ શોને પગલે લખનઉમાં સુરક્ષા જડબેસલાક ગોઠવી દેવાઈ છે. રોડ શોના રૂટ પર ઠેર ઠેર પોલીસ જવાનો તૈનાત થઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ પ્રિયંકા ગાંધીની ટ્વિટર પર એન્ટ્રી, સૌથી પહેલા આમને કર્યા ફૉલો

ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં લોકસભાની 80 બેઠકો છે. અને સપા-બસપા આ માટે ગઠબંધન કરી ચૂકી છે. આ ગઠબંધનમાં કોંગ્રેસ સામેલ નથી. ત્યારે કોંગ્રેસ તમામ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની છે. પ્રિયંકા ગાંધીનો રોડ શો કોંગ્રેસનું યુપીમાં એક પ્રકારનું શક્તિપ્રદર્શન જ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK