સાડી ટ્રેન્ડમાં જોડાઈ પ્રિયંકા ગાંધી, 22 વર્ષ જુનો ફોટો ટ્વિટર પર કર્યો શૅર

Jul 17, 2019, 12:48 IST

કૉન્ગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ જોવા મળે છે. પ્રિયંકા ગાંધી હવે ટ્વિટર પર ચાલી રહેલા સાડી ટ્રેન્ડમાં જોડાયા છે. પ્રિયંકા ગાંધીએ તેમના લગ્નનો 22 વર્ષ જુનો ફોટો ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો

સાડી ટ્રેન્ડમાં જોડાઈ પ્રિયંકા ગાંધી, 22 વર્ષ જુનો ફોટો ટ્વિટર પર કર્યો શૅર
સાડી ટ્રેન્ડમાં જોડાઈ પ્રિયંકા ગાંધી

કૉન્ગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ જોવા મળે છે. પ્રિયંકા ગાંધી હવે ટ્વિટર પર ચાલી રહેલા સાડી ટ્રેન્ડમાં જોડાયા છે. પ્રિયંકા ગાંધીએ તેમના લગ્નનો 22 વર્ષ જુનો ફોટો ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો. હાલના દિવસોમાં ટ્વિટર પર હેશટેગ સાડી ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં દેશ-વિદેશની મહિલાઓ સાડી પહેરેલો પોતાના ફોટો શૅર કરે છે. ટ્વિટર પર ફોટો પોસ્ટ કરતા પ્રિયંકા ગાંધીએ કેપ્શન આપ્યું હતું કે, 'મારા લગ્નના દિવસે (22 વર્ષ પહેલા) સવારે પૂજા કરતા'.

ટ્વિટર પર ચાલી રહેલા ટ્રેન્ડને દેશ-વિદેશની મહિલાઓએ પણ સ્વીકાર કર્યો છે. ભારતમાં ઈઝરાયલનાં ડિમ્પોમેટ માયા કદોશ. માયા કદોશે ફોટો ટ્વીટ કરતા લખ્યું હતું કે, હું સાડી પહેરવા માટે હંમેશા તૈયાર રહું છું.'ઓસ્ટ્રેલિયામાં ભારતના ડિપ્લોમેટ હરિંદર સિદ્ધૂએ પણ પોતાના સાડીમાં ફોટો ટ્વીટ કર્યો હતો. હરવિન્દર સિદ્ધૂએ તેમની માતાના લગ્ન સમયની સાડી પહેરી હતી. આ સિવાય શિવસેનાની નેતા પ્રિયંકા ચતુર્વેદી અને ભાજપના નેતા નૂપુર શર્માએ પણ જોડાયા હતા અને ફોટો શૅર કર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK